આ વાત વધુ પડતી સાંભળવામાં આવે છે કે દરેક નબીؑ એ આ ઉમ્મતમાં પેદા થવા માટે અલ્લાહ તઆલા પાસે દુવા માંગી હતી.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાત કોઈ પણ હદીષથી સાબિત નથી કે જેને બયાન કરી શકાય. હાં ! હઝરત મુસા અલયહિ'સ્ સલામ વિષે તફસીરની કિતાબોમાં
وَلَمَّا رَجَعَ مُوۡسٰۤی اِلٰی قَوۡمِهٖ غَضۡبَانَ اَسِفًا ۙ قَالَ بِئۡسَمَا خَلَفۡتُمُوۡنِیۡ مِنۡۢ بَعۡدِیۡ
આયતના હેઠળ તેમજ ઉમ્દતુ'લ કારી, ફૈ઼ઝુ'લ્ બારી વગેરેમાં કઅ્બ અહબાર અને વહબ બિન મુનબ્બહ્ ના વાસ્તે આ વાતનો ઉલ્લેખ મળે છે. પરંતુ તેઓ ઈસરાઈલી રીવાયતો બયાન કરવામાં પ્રખ્યાત હતા જેના વિષે હુકમ " ના તેને જુઠુ કહો કે ના સાચું કહો " નો છે.
[ઑનલાઇન ફતાવા દેવબંદ & મવઝુઅ અહાદીષ સે બચીએ & બ્લોગ શેખ તલ્હા બિલાલ અહમદ મનિયાર]
-------------------------------
Ml Fayyaz patel (Ghodi)
+265 980 26 85 59