આ હદીષ પણ લોકોમાં ઉપરોક્ત શબ્દોમાં ઘણી પ્રચલિત છે કે અલ્લાહ તઆલાનું ફરમાન છે કે જો આપ (ﷺ) ન હોત તો હું બ્રહ્માંડને પેદા ન કરત.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત રીવાયત આ જ શબ્દોમાં હદીષ હોવા વિષે શાહ અબ્દુ'લ અઝીઝؒ નું કહેવું છે કે આ મનઘડત અને બેબુનિયાદ છે.
હાં ! મતલબના હિસાબથી આ વાત બિલકુલ દુરુસ્ત છે. જેવી રીતે કે મુલ્લા અલી કારીؒ એ એક હદીષ બયાન કરી છે કે :
لولاك ما خلقت الجنة ولولاك ما خلقت النار
અનુવાદ : - જો આપ (ﷺ) ન હોત તો હું જન્નત, જહન્નમને પેદા ન કરત.
તે માટે આ વાત ઉપરોક્ત શબ્દોમાં હદીષના તોર પર (રસુલુલ્લાહﷺ તરફ નિસ્બત કરીને) બયાન કરવી દુરુસ્ત નથી.
[ગેર મુસતનદ અહાદીષ / સફા ૬૩]
-----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59