એક કિસ્સો ઉપરોક્ત સહાબીના નામે ખૂબ પ્રચલિત છે કે એક દિવસ હઝરત અબ્દુર્ રહમાન બિન ઔફؓ એ મદીના વાસીઓની દાવત કરી. બધા લોકો ત્યાં ગયા. રસુલુલ્લાહ ﷺ એક સહાબીને મસ્જિદે નબવીમાં સોચ - વિચારમાં ડુબેલા જોયા. રસુલુલ્લાહ ﷺ એ તે સહાબીને પુછ્યું કે તમે દાવતમાં ન ગયા...? સહાબીએ જવાબ આપ્યો કે હું આ વિચારમાં છું કે કેવી રીતે બધા જહન્નમથી બચી જન્નતમાં જવાવાળા બની જાય.
રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે તમારા આ વિચારનો ષવાબ એટલો બધો છે કે અબ્દુર્ રહમાન બિન ઔફ હજાર દાવત કરે તો પણ તમારા આ ષવાબ સુધી ન પહોંચે.
શુદ્ધિકરણ :-
ઘણી તલાશ કર્યા પછી પણ આ કિસ્સો હદીષની કિતાબોમાં વર્ણવેલ ન મળ્યો. તેમજ હદીષના નિષ્ણાત ઉલમાને પૂછવા પર તેમણે પણ અજાણતા માં જવાબ આપ્યો.
તેથી જ્યાં સુધી આ કિસ્સો ભરોસાલાયક કિતાબોમાં ન મળે ત્યાં સુધી તેને બયાન કરવાથી ખૂબ બચવું જોઈએ.
[ગેર મુસ્તનદ અહાદીષ / ૧૫૭]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59