અલ્લાહ તઆલાએ અક્કલના સો હિસ્સામાં થી નવ્વાણું હીસ્સા રસુલુલ્લાહ ﷺ ને આપવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0

     આ હદીષ પણ લોકોમાં ઘણી મશ્હુર છે કે અલ્લાહ તઆલાએ અક્કલ ના સો હિસ્સામાં થી નવ્વાણું હીસ્સા રસુલુલ્લાહﷺ ને આપ્યા. અને બાકીનો એક હિસ્સો બધા લોકો પર તક્સીમ કર્યો.

શુદ્ધિકરણ :-

     આ રીવાયત શીયા મઝહબના મશહૂર લેખક "બાકીર મજલિસી" એ બયાન કરેલી છે. એના સીવાય કોઈ પણ સુન્ની મુહદ્દીષે આ રીવાયત બયાન નથી કરી અને હદીષની કોઈ પણ કિતાબમાં લખેલી મળતી નથી.

      તે માટે આ હદીષનો હુકમ ઉલમાએ જુઠી, મનઘડત અને બનાવતી હોવાનો બયાન કર્યો છે. અને મશ્હુર મુહદ્દીષ મુલ્લા અલી કારીؒ એ તો અહીંયા સુધી કહ્યું કે :

اَحَادِيْثُ العَقْلِ كُلُّهَا كَذِب

(અક્કલના બારામાં બધીજ હદીષો જુઠી છે.)

{અ'લ મવઝુઆતુ'લ કુબરા...સફા.૧૭}

તે માટે આ હદીષ ને બયાન કરવામાં સાવચેતીથી કામ લેવુ જોઈએ

[ગૈર મુસ્તનદ અહાદીષ / સફા ૬૬]

--------------------------

Ml Fayyaz Patel (Ghodi)

+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)