હઝરત આઈશાؓ ની નાની વયે શાદી અને તેના પર ઉઠાવવામાં આવતા વાંધાની હકીકત

Ml Fayyaz Patel
0
[અનુક્રમણિકા ના હેઠળ ઉલ્લેખિત શિર્ષકો (topic) પૈકી કોઈ પણ શિર્ષક પર ક્લિક કરી તે શિર્ષકનો લેખ વાંચી શકો છો]
અનુક્રમણિકા
હઝરત આઈશાؓ ની નાની ઉંમરે શાદી વાંધાજનક કેમ નથી..?
☞ પહેલું કારણ આરબનો રિવાજ :-
☞ બીજું કારણ આરબની ગરમ આબોહવા :-
☞ ત્રીજું કારણ ઐતિહાસિક સંદર્ભ અને વૈજ્ઞાનિક તર્ક :-
☞ ચોથું કારણ અલ્લાહ તઆલા નો આદેશ :-
હઝરત આઈશાؓ ની સાથે પયગંબર ﷺ સાહેબની શાદીની હિકમતો
☞ પહેલી હિકમત આરબમાં પ્રસરેલ એક પ્રથાને નાબૂદ કરવી :-
☞ બીજી હિકમત ઉપકાર નું ફળ આપવું :-
☞ ત્રીજી હિકમત દીનની સેવા :-
નાની વયે શાદી કરવા વિષે વિવિધ ધર્મોના દ્રષ્ટિકોણ
હઝરત આઈશાؓ ની ઉંમર વિષે સહીહ મંતવ્ય
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○ 
 પ્રસ્તાવના 
   બચપણ માં સાંભળેલ કાચબા અને સસલાના હરિફાઈ ની વાર્તા થી કોઈ વ્યક્તિ અજાણ હોય અને તેને ફકત એટલું જ કહેવામાં આવે કે તે બન્નેની દોડની હરિફાઈ માં કાચબો જીતી ગયો હતો તો સ્વભાવિક છે કે તે થોડા સમય માટે તમને મુર્ખ અને પાગલ સમજે તેમજ તમારી મજાક પણ ઉડાવે, પરંતુ તમે જ્યારે તેને હરિફાઈ ની પૂર્વભૂમિકા તેમજ પૃષ્ઠભૂમિ (back ground) બતાવશો તો હવે તે વ્યક્તિ વિના સંકોચ પહેલી જ ક્ષણે તમારી વાતથી સહમત થઈ જશે.
  જીંદગીમાં ઘણી એવી વસ્તુઓ છે કે જાહેરમાં તેની સચ્ચાઈ હાસ્યાસ્પદ તેમજ મજાકને પાત્ર લાગે છે, પણ જ્યારે તે વિષેની પૂર્વભૂમિકા અને પૃષ્ઠભૂમિ દ્વારા તેની વાસ્તવિક્તા ખબર પડે છે ત્યારે જાણ થાય છે કે વાસ્તવમાં હાસ્યાસ્પદ અને મજાક ને પાત્ર તે સચ્ચાઈ નહીં બલ્કે આપણી ગલત સમજણ હતી.
    આ પૈકી એક સચ્ચાઈ હઝરત આઈશાؓ ની ૬ વર્ષની વયે પ૦ થી વધુ ઉંમરના પયગંબર નબી ﷺ સાથે શાદી થવી છે, આની ઉપર અમુક લોકો તરફથી સખત વાંધો ઉઠાવવામાં આવે છે કે નવ વર્ષની છોકરી ૫૦ થી વધુ ઉંમરના પુરુષને લાયક કેવી રીતે બની શકે..? જેમ કે ઉપરોક્ત બતાવ્યા મુજબ કે ભલે આ સચ્ચાઈ જાહેરમાં વાંધાજનક લાગે છે, પરંતુ આ સચ્ચાઈ ની પણ જો આપણે પૂર્વભૂમિકા તેમજ પૃષ્ઠભૂમિ (back ground) જાણીશું તો આ વાત સ્પષ્ટ થઈ જશે કે વાસ્તવમાં વાંધાજનક તે સચ્ચાઈ નથી, બલ્કે આપણું અધૂરું જ્ઞાન છે.
     તે માટે નિમ્ન આ વિષેની વિગતવાર માહિતી લખવામાં આવે છે કે આ સચ્ચાઈ વિષેની અસલ પૂર્વભૂમિકા તેમજ પૃષ્ઠભૂમિ (Back Ground) શું છે..?

 હઝરત આઈશાؓ ની નાની ઉંમરે શાદી વાંધાજનક કેમ નથી..? 

     સૌથી પહેલા આ વાત જાણી લેવી જોઈએ કે હઝરત આઈશાؓ ની ૬ વર્ષની ઉંમરે શાદી અને રૂખ્સતી ૯ વર્ષની ઉંમરે થઈ હતી, હવે જે લોકો ને આ શાદી પર વાંધો છે તેઓની બુનિયાદ આ વાત પર છે કે ૯ વર્ષની ઉંમરની છોકરી એક પુરુષ માટે કેવી રીતે લાયક, ઉચિત તેમજ અનુકૂળ હોય શકે છે..?
   પરંતુ ઉપરોક્ત બતાવ્યા મુજબ કે ભલે જાહેરમાં આ વાંધો દુરુસ્ત ખબર પડતો હોય, પરંતુ આ વિષેની પૃષ્ઠભૂમિ (Back ground) તેમજ તેના મુખ્ય કારણો જોઈશું તો ખબર પડશે કે વાસ્તવમાં આ શાદી વાંધાજનક છે જ નથી, અને આના અનેક કારણો છે જે નિચે વિગતવાર લખવામાં આવે છે.

☞ પહેલું કારણ આરબનો રિવાજ :-

     વાસ્તવમાં શાદી એક સામાજિક કૃત્ય બલ્કે સામાજિક જરૂરત છે, તે માટે શાદી બાબત દરેક જગ્યાની સામાજિક તેમજ ત્યાંની સંસ્કૃતિ, ઉર્ફ અને આદત નો ઘણો દખલ અને પ્રભાવ હોય છે, અને આરબમાં નાની વયે શાદી ત્યાંનો સામાજિક રિવાજ અને તેમની સંસ્કૃતિ હતી બલ્કે આજે પણ છે, અને ઐતિહાસિક સંદર્ભોથી પણ ખબર પડે કેટલીય એવી સ્ત્રીઓ છે જેમની નાની વયે જ શાદી કરાવી દેવામાં આવી હતી.
     આ જ સંદર્ભમાં જોઈએ તો હઝરત આઈશાؓ પણ તે જ સમાજના એક સભ્ય હતા, તે માટે નાની વયે તેમની શાદી કદાપિ વાંધાજનક ન કહેવાય, બલ્કે ત્યાંની સંસ્કૃતિ અને સામાજિક રિવાજ ના હિસાબે બિલકુલ સહીહ હતી.
     આ જ કારણ હતું કે મક્કા વાસીઓ પયગંબર સાહેબ ના દુશ્મન હોવા છતાંય કોઈ દિવસ આ શાદી પર વાંધો નથી ઉઠાવ્યો, કેમ કે તેઓ પણ તે જ સમાજના સભ્યો હતા, અને આને બિલકુલ પણ દૂષણ તેમજ વાંધાજનક સમજતા ન હતા.

☞ બીજું કારણ આરબની ગરમ આબોહવા :-

     બીજું મહત્વનું કારણ આ છે કે ત્યાંના ગરમ વાતાવરણનો પણ બાળ લગ્નની સામાજિક સ્વીકૃતિ પર મોટો પ્રભાવ પડે છે, જેના પરિણામે ત્યાંની છોકરીઓ પુરુષો માટે જલ્દી અનુકૂળ આવી જાય છે, ખાસ કરીને એવી છોકરીઓ જેમાં માનસિક વિકાસની ક્ષમતા વધુ હોય છે તેઓના શરીર અને કદ ઝડપથી વૃદ્ધિ પામે છે.
     જેવી રીતે આરબના વાતાવરણમાં સ્ત્રીઓની કુદરતી ક્ષમતાઓ અસાધારણ સારી રીતે વિકસિત થાય છે, તેવી જ રીતે તેમની ઊંચાઈ અને કદમાં પણ વૃદ્ધિ કરવાની વિશેષ ક્ષમતા હોય છે, તે માટે હઝરત આઈશાؓ ને પયગંબર સાહેબનું પોતાની પત્ની તરીકે સ્વીકારવું એ સ્પષ્ટ પુરાવો છે કે તે નાની વયના હતા ત્યારથી તેમનામાં વૃદ્ધિ અને બુદ્ધિના ચિહ્નો જાહેર હતા.
     તે માટે એવું સમજવું કે હઝરત આઈશાؓ ની નાની વયે શાદી યોગ્ય તેમજ ઉચિત નથી વાસ્તવિકતા ની વિરુદ્ધ વાત છે.

☞ ત્રીજું કારણ ઐતિહાસિક સંદર્ભ અને વૈજ્ઞાનિક તર્ક :-

     ઐતિહાસિક તેમજ વૈજ્ઞાનિક તર્ક દ્વારા આ વાત સાબિત છે કે બાલિગ થવાની વય અલગ અલગ યુગ તેમજ અલગ અલગ વિસ્તાર ના હિસાબે વિવિધ રહી છે. અને આ કોઈ કાલ્પનિક કારણ નથી બલ્કે ઈતિહાસ ના પૃષ્ઠો દર્શાવેલ વાત છે જેમ કે :
“ The average temperature of the country is considered the chief factor with regard to Menstruation and Sexual Puberty ”
[Women : An Historical, Gynecological and Anthropological compendium, Volume I, Lord and Brandsby, 1998, p. 56]
અનુવાદ :- માસિક અને જાતીય તરુણાવસ્થાના સંદર્ભમાં દેશનું સરેરાશ તાપમાન મુખ્ય પરિબળ માનવામાં આવે છે.
     તેમજ વૈજ્ઞાનિક તર્ક પણ આજે આ વાત દર્શાવે છે કે એક છોકરી ૯ વર્ષથી લઈ ૧૫ વર્ષ દરમિયાન ક્યારેય બાલીગ થઈ શકે છે.
Girls might enter full-blown puberty anytime between ages 9 and 15 boys between 11 and 17.
[http://www.livescience.com/1824-truth-early-puberty.html]
     ઉપરોક્ત ઐતિહાસિક તેમજ વૈજ્ઞાનિક તર્કના સંદર્ભમાં હઝરત આઈશાؓ ની નાની વયે શાદી કોઈ પણ રીતે વાંધાજનક ખબર નથી પડતી, જેનાથી આ વાંધાનું રદ્દીકરણ સ્પષ્ટ છે કે હઝરત આઈશાؓ ની ઉંમર શાદી માટે ઉચિત ન હતી.

☞ ચોથું કારણ અલ્લાહ તઆલા નો આદેશ :-

     પયગંબર મુહમ્મદ ﷺ ના નિકાહ હઝરત આઈશાؓ ની સાથે અલ્લાહ તઆલા નો આદેશ હતો, અને જેમ કે અલ્લાહ તઆલા સૃષ્ટિના માલિક તેમજ પેદા કરનાર પણ છે તો તે જ અલ્લાહ આ વાત પણ ખૂબ સારી રીતે જાણતા હતા કે હઝરત આઈશાؓ અત્યારે ઉચિત છે કે નહીં..? જ્યારે કોઈ વસ્તુનો ઑર્ડર સૌથી ઉપરની કોર્ટથી આવવામાં કોઈને પણ વાંધો ઉઠાવવાનો હક નથી હોતો, તો પછી અલ્લાહ તઆલા ના આદેશ પર કેવી રીતે વાંધો ઉઠાવવામાં આવે..? ભરોસાપાત્ર હદીષમાં પોતે હઝરત આઈશાؓ નું બયાન છે કે :
عَنْ عَائِشَةَؓ أَنّ النَّبِيَّ ﷺ قَالَ لَهَا : أُرِيتُكِ فِي الْمَنَامِ مَرَّتَيْنِ أَرَى أَنَّكِ فِي سَرَقَةٍ مِنْ حَرِيرٍ، وَيَقُولُ : هَذِهِ امْرَأَتُكَ فَاكْشِفْ عَنْهَا فَإِذَا هِيَ أَنْتِ، فَأَقُولُ : إِنْ يَكُ هَذَا مِنْ عِنْدِ اللَّهِ يُمْضِهِ.
[બુખારી શરીફ : ૩૮૯૫]
અનુવાદ :- હઝરત આઈશાؓ કહે છે કે પયગંબર ﷺ સાહેબે મને કહ્યું : તમે મને સ્વપ્નમાં બે વાર બતાવવામાં આવ્યા કે તમે રેશમી કપડામાં લપેટાયેલા છો અને કહેવામાં આવી રહ્યું છે કે આ તમારી પત્ની છે, તેનો ચહેરો ખોલો, મેં ચહેરો ખોલીને જોયું તો તે તમે હતા, મેં વિચાર્યું કે જો આ સપનું અલ્લાહ તઆલા તરફથી છે તો તે પોતે તેને પૂરું કરશે.
     ઉપરોક્ત ચાર કારણો વર્ણવામાં આવ્યા છે જેના દ્વારા આ વાત સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે હઝરત આઈશાؓ ની નાની વયે શાદી બિલકુલ પણ વાંધાજનક નથી. કેમ કે આ શાદી વાંધાજનક હોવાનો દારોમદાર તેઓનું એક પુરુષ માટે ઉચિત તેમજ અનુકૂળ ન હોવા પર છે, જ્યારે કે ઉપરોક્ત વર્ણવેલ ચાર મુખ્ય કારણો આ દર્શાવે છે કે તેઓ ૯ વર્ષની ઉંમરે બિલકુલ ઉચિત અને અનુકૂળ હતા, તે માટે આંધળી દુશમની ના ચશ્મા ઉતારી વાસ્તવિકતા ના ચશ્મા દ્વારા આ વાત નિહાળવી જોઈએ.

 હઝરત આઈશાؓ  ની સાથે પયગંબર ﷺ સાહેબની શાદીની હિકમતો 

     ઉપરોક્ત હઝરત આઈશાؓ ની નાની વયે શાદી વાંધાજનક ન હોવાના મુખ્ય કારણો જાણ્યા બાદ કોઈ વ્યક્તિને આ સવાલ થઈ શકે છે કે ભલે તેમની શાદી વાંધાજનક નથી, પરંતુ તેમની સાથે શાદી જ કેમ કરવામાં આવી જેના લીધે બીજા લોકોને વાંધો ઉઠાવવાની તક મળે..?
     તો તેના જવાબમાં પહેલી વાત તો આ છે કે જેઓના મન મેલા છે તેઓ વાંધો ઉઠાવવાની તક તો ગમે ત્યાંથી કાઢી શકે છે આ નહીં તો બીજી કોઈ વાતને મુદ્દો બનાવતા, તે માટે એવા ભ્રમમાં રહેવું કે આ શાદી ન થાત તો બીજા લોકોને તક ન મળતી, તો આ વાત અનુભવ, અવલોકન તેમજ હકીકતના બિલકુલ વિરુદ્ધ વાત છે. પરંતુ આ જવાબ તેઓને ક્યાં હજમ થવાનો હતો..? તે માટે નિમ્ન હઝરત પયગંબર સાહેબ ﷺ ની હઝરત આઈશાؓ ની સાથે શાદીની અમુક હિકમતો વર્ણવામાં આવે છે.

☞ પહેલી હિકમત આરબમાં પ્રસરેલ એક પ્રથાને નાબૂદ કરવી :-

     પયગંબર મુહમ્મદ સાહેબ જે સમાજ માં રહેતા હતા તે સમાજમાં અમુક ગલત માન્યતાઓ પૈકી એક ગલત માન્યતા ખૂબ પ્રસરી રહી હતી, જે આ હતી કે તેમના સમાજમાં લોકો દીની ભાઈને પોતાના સગા ભાઈના સમાન સમજતા હતા, કે જેવી રીતે એક સગા ભાઈ માટે પોતાની ભત્રીજી સાથે વિવાહ ની મનાઈ છે એવી જ રીતે દીની ભાઈ માટે પણ આની મનાઈ લાગુ પડે છે.
     આ જ કારણ છે કે જ્યારે પયગંબર મુહમ્મદ ﷺ નો પ્રસ્તાવ લઈ હઝરત ખવલાؓ હઝરત અબૂબક્રؓ ના ઘરે ગયા તો તેમણે તરત કહ્યું કે આઈશાؓ તો તેમના ભાઈની પુત્રી છે..? [અ'લ્ હયષમી : ૯ / ૨૨૫]
     તો આ ગલત માન્યતાને દૂર કરવા પયગંબર મુહમ્મદ ﷺ સાહેબે હઝરત અબૂબક્રؓ જેઓ પયગંબર મુહમ્મદ ﷺ ને પોતાના દીની ભાઈ માનતા હતા તેમની છોકરી સાથે શાદીનો પ્રસ્તાવ મુક્યો જેથી લોકોની આ ગલતફહમી તેમજ ગલત પ્રથા દૂર થઈ જાય કે દીની ભાઈની છોકરી સાથે શાદી કરવી દુરુસ્ત નથી.

☞ બીજી હિકમત ઉપકાર નું ફળ આપવું :-

     એટલે કે સામેવાળી વ્યક્તિએ કરેલ ઉપકાર નું તેને ફળ આપવું હતું, કે કોઈ વ્યક્તિએ ઉપકારો કરવા સાથે ઘણો સાહ સહકાર પણ આપ્યો હોય તો તેવા વ્યક્તિ સાથે ભવિષ્યમાં પણ સંબંધો વધારે મજબૂત રહે તે માટે ફળ સ્વરૂપે તેની સાથે લગ્નનના સંબધો બાંધવામાં આવે.
     થયું એવું કે પયગંબર સાહેબે જ્યારથી નબી (અલ્લાહ નો દૂત) હોવાનો દાવો કર્યો હતો ત્યારથી જ મક્કા વાસીઓ પૈકી અમુક લોકો સિવાય બધાએ જ તેમને જુઠા અને બનાવતી કહી નકારી કાઢ્યા હતા, તે સમયે સૌથી પહેલા અને સૌથી વધુ સહકાર જેમણે આપ્યો હતો તે અબૂ બકર નામી વ્યક્તિ હતા, જે સહકાર ની મુહમ્મદ સાહેબને તે સમયે ખૂબ જરૂરત હતી, જેઓ હઝરત આઈશાؓ ના પિતા હતા તેમજ તેમણે એટલી હદે સહકાર આપ્યો કે પોતાના પ્રાણ પણ વિના સંકોચ દેવા તૈયાર રહેતા હતા, તેમનો આ સહકાર અને સંબંધ જોતા ભવિષ્યમાં પણ વધુ સંબંધ મજબૂત રહે અને જે સહકાર મળ્યો તેને ફળ સ્વરૂપે અર્પણ કરતા તેમની વ્હાલી દિકરી હઝરત આઈશાؓ ની સાથે શાદીનો પ્રસ્તાવ મુક્યો અને તેમની સાથે શાદી કરી લીધી.
     કે ભલે હું નબી જેવા ઉચ્ચ હોદ્દા પર નિમણૂક છું પણ તમારા ઉપકારો અને સહકાર નું ફળ આ જ છે કે હું તમારી સાથે લગ્ન સંબંધ બનાવી લઉં, કેમ કે સંબંધ બાંધવાની છેલ્લી હદ લગ્ન સંબંધ જ છે, જેમ કે આજે પણ આપણે આપણા સમાજમાં આ વિષે હજારો ઉદાહરણો વારંવાર નિહાળીએ છીએ.

☞ ત્રીજી હિકમત દીનની સેવા :-

     જ્યારે હઝરત ખદીજા (પયગંબર સાહેબ ની પહેલી પત્ની) નું અવસાન થયું ત્યારે હઝરત પયગંબર ﷺ એ જરૂરી સમજ્યું કે તેઓના નિકાહમાં કોઈ નાની ઉંમરની એવી યુવતી આવે જેણે ઈસ્લામી માહોલમાં જ પોતાની આંખ ખોલી હોય, અને જેની પયગંબર ﷺ ના પરિવારમાં ઉછેર થાય, જેથી તેમની તાલીમ અને કેળવણી દરેક રીતે સંપૂર્ણ અને અનુકરણીય હોય, અને તેઓ મુસ્લિમ મહિલાઓ તેમજ પુરુષોમાં ઈસ્લામિક ઉપદેશો ફેલાવવાનું સૌથી અસરકારક માધ્યમ બની શકે,
     આ હેતુસર અલ્લાહ તઆલા એ હઝરત આઈશાؓ ને પસંદ કર્યા, અને આ જ સંદર્ભમાં હઝરત પયગંબર ﷺ ની સાથે તેઓના નિકાહ થયા.
     ત્યારબાદ થયું પણ એવું જ કે હઝરત આઈશાؓ એ પોતાની યુવાનીમાં જ કુર્આન અને હદીષનું ઊંડું જ્ઞાન તેમજ સમજ મેળવી, હઝરત પયગંબર ﷺ ના કાર્યો થી લઈ કથનો નો મોટો સંગ્રહ પોતાના દિમાગમાં મહફુઝ કરી લીધો, તેમના તરફથી પોતાના કથનો અને કાર્યો સિવાય ૨૨૧૦ અધિકૃત હદીસો વર્ણવવામાં આવી, અને હઝરત અબુ હુરૈરાؓ સિવાય કોઈ પણ સહાબી ની હદીસોની સંખ્યા આનાથી વધુ નથી, આ જ કારણ છે કે સમગ્ર ઈસ્લામ જગત તેઓને વિશેષતા અને શ્રેષ્ઠતાની સાથે ઓળખે છે. તેઓએ દીનની જે સેવા કરી છે, તેમજ તેમણે મુસ્લિમ જગતને જે ફાયદો પહોંચાડ્યો છે તેની યાદી એટલી લાંબી છે કે તેના માટે પત્રીકા નહીં બલ્કે હજારો પૃષ્ઠો ના પુસ્તકમાં તેનો સમાવેશ શક્ય બની શકે છે.
     ખુલાસો આ કે ઉપરોક્ત વર્ણવેલ આ ત્રણ હિકમતો ના હેઠળ પયગંબર મુહમ્મદ ﷺ ની સાથે તેઓના નિકાહ થયા હતા.

 નાની વયે શાદી કરવા વિષે વિવિધ ધર્મોના દ્રષ્ટિકોણ 

     આજે નાની વયે શાદી પ્રત્યે જે વાંધો ઉઠાવવામાં આવે છે તે માત્ર અજ્ઞાનતા ને લીધે જ હોય છે, આ જ કારણ છે વિવિધ ધર્મો નહીં બલ્કે દરેક પોતાના જ ધર્મનું વાંચન કરે તો તેને સ્પષ્ટ રીતે ખબર પડશે કે નાની વયે શાદી ઈસ્લામમાં જ નહીં બલ્કે દરેક ધર્મોમાં તેની સ્વીકૃતિ સાથે સાથે તે ધર્મના મહાનુભવો નું અનુસરણ પણ જાણવા મળશે.
● ખ્રિસ્તી :- ખ્રિસ્તીઓ ની વર્તમાનમાં પઢવામાં આવતી બાઈબલ માં છે કે :
In the book of Numbers, chapter 31 and verse 17 
“ But Save for yourselves every GIRL who has never slept with a man ”
“ દરેક તે છોકરી જે કુંવારી હોય તેને પોતાના માટે મહફુઝ કરી લ્યો ”
     એવી જ રીતે બ્રિટનમાં ૧૯૨૯ પહેલા ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના મંત્રીઓ ૧૨ વર્ષ જેટલી નાની છોકરીઓ સાથે શાદી કરી શકતા હતા.
● વિશ્વ વ્યાપી :- આ એક ઐતિહાસિક હકીકત છે કે યુરોપ, એશિયા, આફ્રિકા અને અમેરિકામાં ૯ થી ૧૪ વર્ષની વયની છોકરીઓના લગ્ન કરવામાં આવતા હતા, દા.ત. સેન્ટ ઓગસ્ટિને (350 AD) જે છોકરી સાથે લગ્ન કર્યા તે ૧૦ વર્ષની હતી.
     કિંગ રિચાર્ડે (1400 AD) જે છોકરી સાથે લગ્ન કર્યા તે સાત વર્ષની હતી, હેનરી ૮ એ 6 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા હતા. ઘણા લોકો એ વાતથી અજાણ છે કે અમેરિકાના ડેલાવેર રાજ્યમાં ૧૮૮૦ માં છોકરી માટે શાદી કરવાની લઘુત્તમ ઉંમર ૮ વર્ષ હતી, અને કેલિફોર્નિયામાં ૧૦ વર્ષ હતી, આજે પણ અમેરિકાના કેટલાક રાજ્યોમાં છોકરીઓ માટે શાદીની ઉંમર મેસેચ્યુસેટ્સમાં ૧૨ વર્ષ, ન્યુ હેમ્પશાયરમાં ૧૩ વર્ષ અને ન્યુયોર્કમાં ૨૪ વર્ષ છે.
● હિન્દુ :- હવે આપણે હિંદુ ધર્મના પુસ્તકોને જોઈએ કે તેમાં છોકરી માટે શાદીની યોગ્ય ઉંમર વિષે શું લખ્યું છે..? મનુસ્મૃતિમાં લખ્યું છે કે...
“ છોકરી પુખ્ત થાય તે પહેલા તેની શાદી કરી દેવી જોઈએ ” [ગોતમા : ૨૧ - ૧૮]
“ પિરિયડ શરૂ ન થઈ જાય એવા ડરથી પિતાએ તેની દીકરી જ્યારે નગ્નાવસ્થામાં ફરતી હોય ત્યારે જ તેના લગ્ન કરવા જોઈએ, કારણ કે જો તે તરુણાવસ્થા પછી પણ ઘરમાં રહેશે તો તેનું પાપ પિતાના માથે આવશે. ” [વસિષ્ઠ : ૧૭ - ૭૦]
(Manu ix, 88; http://www.payer.de/dharmashastra/dharmasha083.htm)
     મનુસ્મૃતિ મુજબ સ્ત્રી અને પુરૂષો માટે શાદીની ઉંમર આ પ્રમાણે નક્કી કરેલ છે કે “ છોકરો ૩૦ વર્ષ અને છોકરી ૧૨ વર્ષ અથવા છોકરો ૨૪ વર્ષ અને છોકરી ૮ વર્ષ. પરંતુ ભારસ્પતિ અને મહાભારત ના ઉપદેશો અનુસાર આવા પ્રસંગોએ (હિન્દુ) છોકરીઓ માટે લગ્નની ઉંમર ૧૦ વર્ષ અને ૭ વર્ષ છે, જ્યારે કે ત્યાર પછીના શ્લોકમાં શાદીની કમસેકમ ઉંમર ૪ થી ૬ વર્ષ અને વધુમાં વધુ ૮ વર્ષ બતાવવામાં આવી છે, અને એવા પુષ્કળ પુરાવા છે કે આ શબ્દો માત્ર લેખિતમાં ન હતા બલ્કે અમલી સ્વરૂપમાં પણ મૌજૂદ હતા.
[ધર્મ અને નીતિશાસ્ત્રનો જ્ઞાનકોશ, પૃષ્ઠ ૪૫૦]
The Encyclopedia of Religion and Ethics માં લખવામાં આવ્યું છે કે, જેની પુત્રી અવિવાહિત યુવાવસ્થામાં પહોંચતી હતી, તેના (હિંદુ) પિતાને પાપી ગણવામાં આવતા હતા, અને જો એવું થઈ જાય તો તે છોકરી આપોઆપ "સુદ્ર" (નીચી જાતિ) તરીકે વર્ગીકૃત થઈ જતી, અને આવી છોકરી સાથે લગ્ન કરવું એ પતિ માટે કલંક સમાન હતું.
     આજે હિન્દુ ધર્મમાં રામજી ને સૌથી આદર્શ વ્યક્તિ માનવામાં આવે છે, જ્યારે કે રામાયણમાંથી જાણવા મળે છે કે રામ અને સીતાના લગ્ન સમયે સીતાની ઉંમર માત્ર છ વર્ષની હતી.
[રામાયણ, સર્ગ : ૪૭, અશ્લોક: ૧૧, ૪, ૧૦]
● ભારતમાં લગ્નની ઉંમર :- કેમ્બ્રિજના સેન્ટ જોન્સ કોલેજના જેક ગુડીએ આ વિષે પોતાનું પુસ્તક The Oriental, the Ancient and Primitive માં લખ્યું છે કે :
     “ ભારતીય ઘરોમાં છોકરીઓનાં લગ્ન બહુ વહેલાં થઈ જતાં હતાં.”
     શ્રીનિવાસ આ દિવસો વિશે લખે છે જ્યારે કે ભારતમાં તરુણાવસ્થા પહેલા લગ્નની પ્રથા હતી.
     “ (૧૯૮૪ : ૧૧) એક છોકરીને તેની ઉંમર સુધી પહોંચતા પહેલા લગ્ન કરી દેવા પડતા હતા, હિંદુ કાયદા અનુસાર અને દેશના રિવાજ મુજબ છોકરીના પિતાએ તે પુખ્ત વયે પહોંચે તે પહેલાં તેની સાથે લગ્ન કરવા જરૂરી હતા, જોકે લગ્નમાં ઘણીવાર વિલંબ થતો હતો, જે લગભગ ૩ વર્ષનો હતો.
(The Oriental,the Ancient and Primitive, p. 208)
     તેમજ આ વાત સૌ જાણે છે કે આવા વહેલા લગ્નની ભારતમાં હજુ પણ પ્રથા છે. તો હિંદુ ધર્મના અનુયાયીઓનાં પુસ્તકો મુજબ પણ નાની ઉંમરે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી, ખબર પડી કે જેઓ વાંધો ઉઠાવે છે તેઓ કાં તો અજ્ઞાનતા ના લીધે છે કે પછી રાજકીય સ્વાર્થ માટે છે, તે માટે તેઓએ પહેલા પોતાના ધાર્મિક પુસ્તકો તેમજ ભારતના ઈતિહાસનો અભ્યાસ કરવો જોઈએ.

 હઝરત આઈશાؓ ની ઉંમર વિષે સહીહ મંતવ્ય 

     ઉપરોક્ત આ શાદી વાંધાજનક ન હોવાના કારણો, હિકમતો તેમજ દુનિયામાં વસતા મોટા મોટા ધર્મો સમેત સમગ્ર દુનિયામાં આ રિવાજ હોવાનું જાણ્યા બાદ એક છેલ્લા મુદ્દા પર ચર્ચા કરી આ વિષય પર વાત પૂર્ણ કરીએ.
     અમુક લોકો આ વાંધા થી પ્રભાવિત થઈ તેમજ આ વાંધાથી બચવા હકીકતનો આયનો દેખાડવા ને બદલે અમુક ઐતિહાસિક કમજોર સંદર્ભો હેઠળ આ વાત તરફ ગયા કે હઝરત આઈશાؓ ની ઉંમર શાદીના સમયે ૧૬ અને રૂખ્સતી વખતે ૧૮ વર્ષની હતી.
     પરંતુ સહીહ હદીષો તેમજ મજબૂત ઐતિહાસિક સંદર્ભે આ વાત સહીહ નથી, બલ્કે સહીહ વાત આ જ છે કે તેમની શાદી ૬ વર્ષની વયે, તેમજ રૂખ્સતી ૯ વર્ષની વયે થઈ હતી.

     ખૈર ખુલાસો આ કે ઉપરોક્ત પૂરેપૂરી માહિતી તેમજ આ વિષયના તથ્યો જાણ્યા બાદ એક આંધળો આદમી પણ આ વાત પર સહમતી તેમજ સમર્થન કરશે કે વાસ્તવમાં હઝરત આઈશાؓ ની ઉંમર વાંધાજનક ન હતી, હાં જેઓએ નફરતના કાળા ચશ્મા ઉતારવા જ ન હોય તેઓ માટે તો પછી કુર્આનની ભાષામાં આ જ જવાબ યોગ્ય છે કે :
لَکُمۡ دِیۡنُکُمۡ وَلِیَ دِیۡنِ
તમારો દીન તમને મુબારક, અને અમોને અમારો દીન મુબારક
છેલ્લે દુવા છે કે અલ્લાહ તઆલા દરેકને સહીહ સમજણ અર્પણ ફરમાવે... આમીન.
❖ وَمَـــؔــا عَلَیْـــؔــنَا اِلَّا الْبَـــؔــلَاغُ الْمُبِـــؔــیْنُ ❖
[પૂર્ણ]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)