લોકોમાં ખરતા તારા વિષે પણ ઘણી વાતો પ્રચલિત છે જે નિમ્ન લિખિત છે.
● ખરતા તારા વખતે જે પણ મુરાદ માંગવામાં આવે તે જરૂર પૂરી થાય છે.
● ખરતા તારા કોઈક મોટા વ્યક્તિના મરણ અથવા જન્મ ની ખબર આપે છે.
● ખરતા તારા મરણ પામેલા લોકો તરફથી કોઈક સંદેશ આપતા હોય છે. વગેરે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત જેટલી માન્યતાઓ છે તે બધી ગેર મુસ્લિમોના વાસ્તે મુસલમાનોમાં પ્રચલિત થઈ ગઈ છે. દા.ત. “ ગેર મુસ્લિમોમાં ખરતા તારા વખતે આ માન્યતા ખૂબ પ્રચલિત છે કે ખરતો તારો પ્રભુ પ્રસન્ન થવાનો સંદેશો આપે છે. માટે તે વખતે જે કાંઈ પણ મુરાદ માંગવામાં આવે જરૂર પૂરી પાડવામાં આવે છે. ”
એવી જ રીતે બીજી બધી માન્યતાઓ પણ પ્રચલિત થઈ ગઈ છે જે બધી બેબુનિયાદ છે. બલ્કે આનો અસલ સબબ હદીષમાં આ બતાવવામાં આવ્યો છે કે :
“ હુઝૂર ﷺ ફરમાવે છે કે ખરતા તારા કોઈ વ્યક્તિની મૃત્યુ અથવા જન્મ ની ખબર નથી આપતા. બલ્કે તેમનું ખરવાનું કારણ આ તારા તે શેતાનોને મારવામાં આવે છે જેઓ ચોરી છૂપીથી આસમાનમાં ફરીશ્તાઓની તે વાતો સાંભળે છે જે અલ્લાહ તઆલા ફરીશ્તાઓને દુનિયાના ફેસલા વિષે બતાવતા હોય છે.”
તે માટે આવી ખોટી માન્યતાઓ થી પોતાના અકીદા ખૂબ જ પાક સાફ રાખવા જોઈએ. એમાં જ માણસની નજાત છે.
[એક ગલત સોચ]
------------------------------
Ml Fayyaz patel (Ghodi)
+265 980 26 85 59