સૂરજ અને ચંદ્ર ગ્રહણ વિષે લોકોમાં ઘણી માન્યતાઓ પરિભ્રમણ કરે છે જે નિમ્ન લિખિત છે.
❖ ગર્ભવતી સ્ત્રીનું સૂરજ અથવા ચંદ્ર ગ્રહણ જોવાથી તે સ્ત્રીને આંધળું બાળક જન્મે છે.
❖ ગ્રહણ વખતે ગર્ભવતી સ્ત્રીએ ઉભા કે સુવાની પરિસ્થિતિમાં રહેવું. બેસવું નહીં. નહીંતર જન્મ થનાર બાળકને નુકસાન થશે.
❖ ગ્રહણ વખતે ગર્ભવતી સ્ત્રીએ બહાર નહીં નીકળવું. નહીંતર ગર્ભ પડી જશે.
❖ ગ્રહણ વખતે આગ અને છરીથી દૂર રહેવું. તેમજ ખાવા બનાવવું તથા ઘરના બીજા કામકાજ પણ ન કરવા.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત બધી જ વાતો ખોટી, બેબુનિયાદ અને મનઘડત છે. સૂરજ અને ચંદ્ર ગ્રહણ વખતે કોઈને કંઈ પણ થતું નથી. બલ્કે હદીષમાં આ વિષે માત્ર આટલું જ વર્ણન આવે છે કે :
“ સૂરજ અને ચંદ્ર ગ્રહણ ન કોઈની મોતની ખબર આપે છે ન કોઈના જન્મની. હાં ! તે બંન્ને અલ્લાહ તઆલાના પ્રતીકોમાંના બે પ્રતીક છે. તમે જ્યારે બંન્ને અથવા એક ને જુઓ તો અલ્લાહ તરફ દોડો અને નમાઝ પઢો ”
[બુખારી શરીફ]
તે માટે આવા સમયે નમાઝ તેમજ બીજી ઈબાદતોમાં મગન રહેવું જોઈએ. અને બેબુનિયાદ, મનઘડત વાતોથી બચવું જોઈએ.
[એક ગલત સોચ]
--------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59