લોકોમાં અને ખાસ કરીને સ્ત્રીઓ માં નમાઝ પઢવા માટે જે મુસલ્લો છે તેનો એક ખૂણો વાળવા વિષે અમુક વાતો પ્રચલિત છે જે નિમ્ન લિખિત છે.
❖ નમાઝ પઢ્યા પછી મુસલ્લાનો એક ખૂણો વાળી દેવો જોઈએ. નહિંતર શયતાન નમાઝ પઢે છે.
❖ મુસલ્લાનો ખૂણો વાળવામાં ન આવે તો શયતાન નમાઝ ખરાબ કરે છે.
❖ મુસલ્લાનો એક ખૂણો વાળવામાં ન આવે તો શયતાન આવીને બેસી જાય છે.
❖ મુસલ્લો પાથરેલો હોય અને કોઈ નમાઝ પઢતુ ન હોય તો તેનો એક ખૂણો વાળવામાં ન આવે તો એક ફરીશ્તો તેના પર બેસી જાય છે અને નમાઝીની રાહ જુએ છે. જો તે ન આવે તો તેની અલ્લાહને ફરીયાદ કરે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત મુસલ્લા વિષે જેટલી વાતો પ્રચલિત છે તે બધી જ બેબુનિયાદ અને મનઘડત છે. આવું કંઈક પણ સાબિત નથી.
આશ્ચર્યજનક વાત તો આ છે કે આજે દીનની મોટી મોટી વાતોથી આપણે બિલકુલ અજાણ છીએ. પરંતુ એવી વસ્તુઓ પર ખૂબ જ પાબંદીથી અમલ કરીએ છીએ જેની શરઈ દ્વષ્ટિએ કોઈ હેસિયત નથી હોતી બલ્કે ગુનાહિત હોય છે.
તે માટે દીન શું છે...? કોને દીન કહેવાય...? એવું જાણવાની ખૂબ જ જરૂરત છે. અને આ વિષે જાણકારી માત્ર અને માત્ર ઉલમા પાસેથી જ મળી શકે છે. પરંતુ ઉલમા પાસે પૂછવાની તો દૂરની વાત... આ મેદાનમાં બધા જ મૌલવી અને મુફ્તી બની જાય છે. બલ્કે હવે પરિસ્થિતિ એટલી ખતરનાક બની ગઈ છે કે તેઓને નોકરની નજરથી જોવામાં આવે છે. અને ડગલેને પગલે ન માત્ર તેમનો વિરોધ કરવામાં આવે છે બલ્કે દરેક સમયે આ વસ્તુની રાહ જોતા હોય છે કે ક્યારે તેમનાથી કોઈ ભૂલ થાય અને તેમનો વિરોધ કરવાનો મોકો મળી જાય. ( અ'લ્ અમાન, વ'લ્ હફિઝ )
[અગ્લાતુ'લ્ અવામ & એક ગલત સોચ]
--------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59