(૧) અલ્લાહના રસૂલુલ્લાહﷺ એ અબૂ જહલ ને સીત્તેર અથવા તેથી વધુ વખત ઈમાનની દઅવત આપી હતી.
(૨) એક વખત રસુલુલ્લાહﷺ એ ધોધમાર વરસાદ અને કડકડતી ઠંડીમાં અબૂ જહલ ના ઘરનો દરવાજો ખખડાવ્યો.
આ જોઈ અબૂ જહલ બોલી ઉઠયો કે આટલા ધોધમાર વરસાદ અને કડકડતી ઠંડીમાં જરૂર કોઈ હાજતમંદ આવ્યો છે અને મનમાં વિચાર કર્યો કે તેની જે પણ જરૂરત હશે હું પૂર્ણ કરીશ. જ્યારે તેને દરવાજો ખોલ્યો તો રસુલુલ્લાહﷺ ને ઈમાનની દઅવત લઈને ઊભા જોયા. તે છતાં પણ તેણે દઅવત કબુલ ન કરી.
શુદ્ધિકરણ :-
આ બંન્ને હદીષો ઘણી શોધ્યા પછી પણ હદીષની કોઈ પણ કિતાબમાં સનદ સાથે ન મળી.
નોંધ : - ઘણી શોધ પછી પણ કોઈ હદીષનું ન મળવું તે હદીષ સાબિત ન હોવાનું પ્રતિક પણ હોઈ શકે છે તે માટે જ્યાં સુધી તે હદીષ સહીહ સનદની સાથે ન મળે ત્યાં સુધી તેને બયાન કરવામાં સાવચેત રહેવું જોઈએ.
[ગેર મુસ્તનદ અહાદીષ / પેજ ૮૩]
---------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59