શું હુઝૂર ﷺ નું અપમાન કરનાર ને સજા આપવી તેમના દયાવાન હોવાને વિરુદ્ધ છે..?

Ml Fayyaz Patel
0
     સેક્યુલર વિચારધારા ધરાવનાર અને પોતાને બુદ્ધિજીવી સમજનાર અમુક લોકો તરફથી કહેવામાં આવે છે કે તાઈફનો કિસ્સો, રસ્તામાં કાંટા નાખતી ઘરડી સ્ત્રી સાથે સારો વ્યવહાર અને વર્તણૂંક આ વાતની સાક્ષી અને ગવાહી છે કે મુહમ્મદ ﷺ ખૂબ જ દયાવાન હતા, અને દયાવાન વ્યક્તિના અપમાન કરવામાં કોઈને સજા આપવી તે વ્યક્તિના દયાવાન હોવાને વિરુદ્ધ છે તે માટે અપમાન કરનાર ને સજા તેમજ તેના માટે સજાની માંગ ન કરવી જોઈએ.
     સૌથી પહેલા આ વાત જાણી લેવી જોઈએ કે એક ઘરડી સ્ત્રીનું કાંટા નાખવું આ કિસ્સો બલ્કે રસુલુલ્લાહ ﷺ અને ઘરડી સ્ત્રીઓ ને લઈ જેટલા પણ કિસ્સા પ્રચલિત છે તે બધા જ મનઘડત, ઉપજાવી કાઢેલ અને બનાવટી કિસ્સા છે, પરંતુ તેનો મતલબ આ પણ નથી કે રસુલુલ્લાહ ﷺ દયાવાન ન હતા બલ્કે કુર્આનમાં અલ્લાહ તઆલા એ પોતે ગવાહી આપતા કહ્યું છે કે રસુલુલ્લાહ ﷺ આખી દુનિયા માટે દયાવાન બનાવી મોકલવામાં આવ્યા છે.
     જ્યાં સુધી વાત છે તાઈફમાં અપમાન કરવા બાદ પણ માફ કરવાની તો આ વાત સાચી છે પણ સાથે સાથે આ પણ સારી રીતે જાણી લેવું જોઈએ કે રસુલુલ્લાહ ﷺ ની જીંદગી ના બે હિસ્સા હતા (૧) મક્કી જીંદગી, (૨) મદની જીંદગી. આ બન્ને પૈકી મક્કી જીંદગીમાં તો માત્ર રસુલુલ્લાહ ﷺ અને સહાબાؓ  ને સબરની જ તાલીમ આપવામાં આવતી હતી, તેમજ તે સમય ઈસ્લામ માટે શરૂઆત નો સમય હતો, શરીયતમાં કેટલાય નિયમો હજુ લાગુ કરવામાં આવ્યા ન હતા, બદલો કે સજા તેમજ ઘણી બધી વસ્તુઓ પ્રત્યે હજુ કોઈ માર્ગદર્શન અલ્લાહ તઆલા તરફથી મળ્યું ન હતું તે માટે તે સમયે રસુલુલ્લાહ ﷺ એ પણ માફી નું એલાન કર્યું. 
     આ જ કારણ છે કે હિજરત પછી મદની જીંદગી શરૂ થયા બાદ ઘણા એવા કિસ્સા મળે છે જેમાં રસુલુલ્લાહ ﷺ નું અપમાન કરનાર ને સજા આપવામાં આવી છે. કેમ કે ત્યાર બાદ અલ્લાહ તઆલા તરફથી આદેશો મળી ગયા હતા, અને કેટલાય ને તે આદેશો મુજબ સજા પણ આપવામાં આવી હતી. જેમ કે નીચે અમુક આયતો અને હદીષો દર્શાવવામાં આવે છે કે મદની જીંદગી બાદ રસુલુલ્લાહ ﷺ ના અપમાન ની સજા નો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, અને સજા દેવામાં પણ આવી હતી.
રસુલુલ્લાહ ﷺ નું અપમાન કરવાની સજા કુર્આન શરીફની રોશનીમાં
કુર્આનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે :
 اِنَّ الَّذِیۡنَ یُؤۡذُوۡنَ اللّٰهَ وَرَسُوۡلَهٗ لَعَنَهُمُ اللّٰهُ فِی الدُّنۡیَا وَالۡاٰخِرَۃِ وَاَعَدَّ لَهُمۡ عَذَابًا مُّهِیۡنًا
[સૂરહ અહઝાબ / આયત : ૫૭]
✰ તર્જુમો :- બેશક જે લોકો અલ્લાહ અને રસૂલને તકલીફ પહોંચાડે છે, તેઓ માટે દુનિયા અને આખિરત માં અલ્લાહ તઆલા ની લાનત વરસે છે, અને તેઓ માટે અપમાનિત અઝાબ તૈયાર કરવામાં આવ્યો છે.
     ઉપરોક્ત આયત અને આ સિવાય ઘણી બધી આયતો છે જેમાં રસુલુલ્લાહ ﷺ ને તકલીફ પહોંચાડનાર ને સજા આપવાનો ઉલ્લેખ છે, અને આ આયતો મદની જીંદગીમાં ઉતરી હતી.
રસુલુલ્લાહ ﷺ નું અપમાન કરવાની સજા હદીષ શરીફની રોશનીમાં.
હદીષમાં આવે છે કે :
 عَنْ جَابِرٍؓ عَنِ النَّبِيِّ ﷺ قَالَ : مَنْ لِكَعْبِ بْنِ الْأَشْرَفِ فَقَالَ : مُحَمَّدُ بْنُ مَسْلَمَةَ أَتُحِبُّ أَنْ أَقْتُلَهُ قَالَ : نَعَمْ قَالَ : فَأْذَنْ لِي فَأَقُولَ ، قَالَ : قَدْ فَعَلْتُ.
[બુખારી શરીફ : ૩૦૩૨]

 عَنْ الْبَرَاءِ بْنِ عَازِبٍؓ قَالَ : بَعَثَ رَسُولُ اللَّهِ ﷺ رَهْطًا مِنْ الْأَنْصَارِ إِلَى أَبِي رَافِعٍ فَدَخَلَ عَلَيْهِ عَبْدُ اللَّهِ بْنُ عَتِيكٍ بَيْتَهُ لَيْلًا فَقَتَلَهُ وَهُوَ نَائِمٌ.
[બુખારી શરીફ : ૩૦૨૩]
     આ બન્ને હદીષો છે જેમાં રસુલુલ્લાહ ﷺ નું અપમાન કરનાર વિષે સજાનો ઉલ્લેખ છે. અને આ બન્ને ઘટના મદીના એટલે કે મદની જીંદગી ની છે.
❍ સ્પષ્ટતા ❍
     ઉપરોક્ત વિગતવાર માહિતી થી આ વાત સ્પષ્ટ થઈ કે રસુલુલ્લાહ ﷺ નું અપમાન કરનાર ને માફ કરવું મક્કી જીંદગીમાં હતું, જ્યાં સુધી વાત છે મદની જીંદગમાં તો અપમાન કરનારાઓ ને સજા આપવામાં આવતી હતી. તે માટે અત્યારે તે મક્કી જીંદગી ના આદેશો જે નાબૂદ કરી દેવામાં આવ્યા છે સમક્ષ રાખી એવું સમજવું કે પોતે રસુલુલ્લાહ ﷺ અપમાન કરનારને માફ કરી દેતા હતા તે માટે તેને સજા ન આપવી જોઈએ અથવા સજાની માંગ ન કરવી જોઈએ બિલકુલ ગલત અને ખોટું છે.
આ વિષય પર તાર્કિક જવાબ
     જ્યાં સુધી વાત છે રસુલુલ્લાહ ﷺ ના દયાવાન હોવાની કે સજા આપવી તો દયાવાન હોવાને વિરુદ્ધ છે તો તેનો જવાબ આ છે કે કોઈ અપરાધી ને તેના અપરાધ ની સજા આપવી ન્યાય ની દ્રષ્ટિએ વાસ્તવમાં અપરાધી પ્રત્યે દયા જ હોય છે, કેમ કે જો અપરાધી ને સજા આપવામાં ન આવે તો આગળ જતાં તેનો જ અપરાધ તેના માટે પણ અને બીજા લોકો માટે પણ મોટો ખતરો બની જાય છે, અને આ એક એવી હકીકત છે જેનો સૌને અનુભવ અને તેના માટે લાખો ઉદાહરણ છે, આ જ વાત અલ્લાહ તઆલા એ પણ કુર્આનમાં આ રીતે સમજાવી છે કે :
وَلَکُمۡ فِی الۡقِصَاصِ حَیٰوۃٌ
[સૂરહ બકરહ / આયત : ૧૭૯]
તમારા માટે સજામાં (અમનની) જીંદગી છે.
     વર્ણવેલ આયતમાં સજાને જીંદગી એટલા માટે જ કહેવામાં આવી છે કે સજા આપવામાં જ્યાં એક તરફ અપરાધ પર પાબંદી લાગે છે ત્યાં જ બીજી તરફ સાથે સાથે સમાજમાં અમન અને સલામતી પણ ફેલાય છે.
     આજે દુનિયાના દરેક દેશમાં દરેક અપરાધની વિભિન્ન સજાઓ કાયદા રૂપે નક્કી છે, પણ શું આ સજાઓ ને લઈને કોઈ દિવસ કોઈ વ્યક્તિ ના મુખે આ વાત સાંભળવામાં આવી છે કે તેણે એમ કહ્યું હોય કે આ દેશો નિર્દય (બે-રહમ) અને ક્રૂર છે..? નહીં... કેમ... કેમ કે સજા આપવી દયા અને રહમ ના વિરૂદ્ધ નથી, તો પછી રસુલુલ્લાહ ﷺ ના અપમાન ની સજાને રસુલુલ્લાહ ﷺ ની દયાના વિરુદ્ધ કેવી રીતે કહી શકાય..? 
     બીજું કે નબી પણ એક રાજદૂત ની જેમ અલ્લાહ તઆલા ના દૂત હોય છે, આજે એક રાજદૂત નું અપમાન આખા દેશનું અપમાન સમજવામાં આવે છે તો શું રસુલુલ્લાહ ﷺ નું અપમાન આખા ધર્મનું અપમાન ન કહેવાય..? જરૂર કહેવાય બલ્કે સજાને લાયક અપમાન કહેવાય છે.
    તે માટે તાઈફ અને બીજા દયાના કિસ્સા તેમજ રસુલુલ્લાહ નું દયાવાન હોવાને લીધે એમ સમજવું કે તેમના અપમાન ની સજા આપવી તેમના દયાવાન હોવાને વિરુદ્ધ છે બિલકુલ બેબુનિયાદ અને પાયાવિહોણી વાત છે.
[પૂર્ણ]
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)