આજકાલ અમુક નવયુવાનો માં આ વાત જોવા મળે છે કે હોટલ વગેરેમાં એકત્ર થઈને ખાવા જાય છે. અને પરસ્પર ચિઠ્ઠી ઉછાડે છે કે તેમાં જે વ્યક્તિનું નામ નીકળશે તે વ્યક્તિ બીલ ચુકવશે. જેમાં મોટાભાગે આવું પણ થાય છે કે કોઈ વ્યક્તિનું અઠવાડિયામાં ચાર વાર નિકળે છે તો કોઈનું બે વાર ત્રણ વાર અને કોઈકનું તો એકાદવાર પણ નિકળતું નથી.
એ જ પ્રમાણે અમુક લોકો હોટલ વગેરેમાં કદી કદી અચાનક ભેગા મળે છે. અને તેઓ આપસમાં ચિઠ્ઠી ઉછાડે છે. અને જેનું પણ નામ નિકળી આવે તેને આખા દિવસના ખર્ચનો ઝિમ્મેદાર બનાવવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત બંન્ને સુરતો બતાવ્યા મુજબ ખાણું ખવડાવવું કે પીણું પીવડાવવું અથવા ખાવું પીવું સ્પષ્ટ જુગાર છે જે શરઈ દ્રષ્ટિએ ના જાઈઝ અને હરામ છે.
હાં ! પહેલી સુરતમાં આ તરીકો અપનાવવામાં આવે કે જે વ્યક્તિનું નામ એકવાર ચિઠ્ઠીમાં નિકળી આવે તો બીજી વાર તેનું નામ શામેલ કરવામાં ન આવે અહિયા સુધી કે દરેક સાથીની વારી પૂરી થઈ જાય તો આવું કરવામાં વાંધો નથી બલ્કે એવું ખાવું પીવું જાઈઝ અને હલાલ લેખાશે.
[અલ્' મસાઈલુ'લ્ મુહિમ્મહ :- ૧૬૭]----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59