અલ્લાહ તઆલાનો દરેક સ્થળે મૌજુદ હોવાના મતલબ વિષે લોકોમાં ઘણી મુંઝવણ જોવા મળે છે. અમુક લોકો પૂછે છે કે અલ્લાહ તઆલા દરેક સ્થળે મૌજુદ છે તો શું અલ્લાહ તઆલા જુગારખાના, દારૂખાના, મુતરડી, ગંદા સ્થળો વગેરેમાં પણ હોય છે...? તે માટે નિમ્ન તેનો સચોટ અને સ્પષ્ટ મતલબ લખવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
અલ્લાહ તઆલાનો દરેક સ્થળે મૌજુદ હોવાનો મતલબ આ છે કે " દરેક વસ્તુ અને દરેક સ્થળ અલ્લાહ તઆલાની નજર સમક્ષ અને દેખરેખ તથા વ્યવસ્થા હેઠળ છે. અને અલ્લાહ તઆલાના વિશાળ જ્ઞાન ( ઈલ્મે મુહીત ) ના વર્તુળમાં શામેલ છે.
ઉપરોક્ત હકીકત મુજબ અલ્લાહ તઆલાને દરેક જગ્યાએ મૌજુદ કહેવામાં અને માનવામાં આવે છે. તે માટે કોઈ પણ સ્થળના અલ્લાહ તઆલાની નજર સમક્ષ હોવામાં સારા અને ગંદા સ્થળમાં તફાવત માનવો દુરુસ્ત નથી. અને અલ્લાહ તઆલાના મૌજુદ હોવાને મખ્લુકના કોઈ સ્થળે મૌજુદ હોવાની રીત અને ઢબ પર અનુમાન કરવું પણ જાઈઝ નથી.
અલ્લાહ તઆલાના મૌજુદ હોવાની રીત અને ઢબ શું છે...? તો આ આપણી જાણ સમજની બહારની વસ્તુ છે. બસ માત્ર આટલો એઅ્તેકાદ હોવો જરૂરી છે કે અલ્લાહ તઆલા દરેક જગ્યાએ મૌજુદ છે.
[ઝુબ્દતુ'લ્ ફતાવા : ૧ / ૭૦]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59