મકરૂહ વખત અને ઈબાદત કરવા વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં મકરૂહ વખતને લઈને ઘણી મુંઝવણ જોવા મળે છે. તે માટે તે વખતમાં ઈબાદતનો શરઈ હૂકમ શું છે. તેમજ ફજર અને અસરની નમાઝ પછી નમાઝનો શું હૂકમ છે નિમ્ન વિગતવાર લખવામાં આવે છે. 
❍ શરઈ દ્રષ્ટિએ મકરૂહ વખત ત્રણ છે.
૧ ) ☞ સુરજ ઉગવાથી લઈ એક નેઝા બુલંદ હોવા સુધીનો વખત.
૨ ) ☞ સુરજ બિલકુલ માથા પર આવી જાય તે વખત (આ ઘણો ટુંકો સમય હોય છે. સાવચેતીરૂપે ઉલમાએ આગળ - પાછળ પાંચ પાંચ મિનિટ બતાવ્યો છે ).
૩ ) ☞ સૂરજ પીળો પડવાથી લઈ આઠમવા સુધીનો વખત.
     ઉપરોક્ત ત્રણેય વખતને શરઈ પરિભાષામાં મકરૂહ વખત કહેવામાં આવે છે. આ ત્રણેય વખતમાં કોઈ પણ જાતની નમાઝ પઢવાની મનાઈ છે. ભલે ફર્ઝ હોય કે નફલ, અદા હોય કે કઝા. આ વખતમાં પઢેલી નફલ નમાઝ મકરૂહે તહરીમી સાથે અદા થઈ જશે. અને ફર્ઝ કે વાજીબ નમાઝ પઢી તો તેને ફરીથી પઢવી જરૂરી રહેશે. ( સિવાય તે દિવસની અસરની નમાઝ, કે એટલું મોડું કરવું સુરજ આઠમતા પહેલા શરૂ કરી અને તે દરમિયાન સુરજ ડૂબી જાય તો નમાઝ તો અદા થઈ જશે પરંતુ સાથે ગુનાહને પાત્ર પણ લેખાશે.
      આ ત્રણેય વખતમાં જનાઝાની નમાઝ જો પહેલેથી જનાઝો તૈયાર હતો અને પછી મકરૂહ વખત શરૂ થાય તો જનાઝાની નમાઝ પઢવી મકરૂહ છે. અને જો જનાઝો મકરૂહ વખતમાં જ તૈયાર થાય તો તે સમયે પઢવામાં વાંધો નથી.
      સજ્દએ તીલાવત આ ત્રણેય વખતમાં જો તે સમયે જ તીલાવત દરમિયાન વાજીબ થાય અને કરવામાં આવે તો કરી શકાય છે. અને તીલાવતનો સજ્દહ તો આ ત્રણેય વખત સિવાયના સમયમાં વાજીબ થયો પરંતુ અદા મકરૂહ વખતમાં કરવામાં આવે તો આ મકરૂહે તહરીમી અને ના જાઈઝ છે.
❍ ફજર અને અસર પછીના વખત વિષે.
૧ ) ☞ સુબ્હે સાદીક એટલે કે ફજરનો વખત શરૂ થાય છે ત્યાંથી લઈ ઈશરાકના વખત સુધીનો વખત.
૨ ) ☞ અસરની પોતાની ફર્ઝ નમાઝ પઢવા પછીથી લઈ સુરજ આઠમવાનું શરૂ થાય ત્યાં સુધીનો વખત.
    ઉપરોક્ત બંન્ને વખતમાં નફલ નમાઝો પઢવી મકરૂહે તહરીમી છે. હાં કઝા નમાઝો પઢી શકાય છે. એવી જ રીતે જનાઝાની નમાઝ અને સજદએ તીલાવત પણ જાઈઝ છે.
[ઑનલાઇન ફતાવા જામીઆ બિન્નોરી ટાઉન]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)