આ હદીષ પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે અલ્લાહ તઆલા પોતાના બંદાઓ સાથે સીત્તેર માતાઓથી વધારે મુહબ્બત કરે છે.
શુદ્ધિકરણ :-
આ રીવાયત ઉપરોક્ત શબ્દોમાં હદીષની કિતાબોમાં સહીહ સનદ સાથે ઘણી તલાશ કર્યા પછી પણ ન મળી. તે માટે આ વાત ઉપરોક્ત શબ્દોમાં હદીષના તોર પર બયાન કરવી દુરુસ્ત નથી.
હાં ! મતલબના હિસાબથી આ વાત દુરુસ્ત છે કે અલ્લાહ તઆલાની રહમત અને મુહબ્બત દરેક વસ્તુથી વધીને છે. તેમાં અલ્લાહ તઆલાની સામે માતાની મુહબ્બતની શું વિશેષતા? બલ્કે અલ્લાહ તઆલાની મુહબ્બત તો અતિશય છે.
તે માટે આ વાત ઉપરોક્ત શબ્દોમાં હદીષના તોર પર ( રસુલુલ્લાહ ﷺ તરફ નિસ્બત કરીને ) બયાન કરવી દુરુસ્ત નથી.
[ગેર મુસતનદ અહાદીષ :સફા / ૫૫ & ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૨ / ૩૮૨]
-------------------------------
Ml Fayyaz patel (Ghodi)
+265 980 26 85 59