અબૂ જહલ હઝરત રસૂલુલ્લાહ ﷺ નો કાકો ન હતો

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ વાત પણ પ્રચલિત છે કે અબૂ જહલ હઝરત રસૂલુલ્લાહ ﷺ નો કાકો હતો.
શુદ્ધિકરણ :-
     હઝરત મુહમ્મદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ) થી અબૂ જહલને કાકા હોવાની સગાઈ ન હતી. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના કાકાઓની સંખ્યા સીરતની કિતાબોમાં દસ, અગિયાર, બાર, તેર એમ વિવિધ આંકડાઓ બતાવી તેઓની નામાવલી ( નસબનામું ) પણ આપવામાં આવી છે. તેમાં અબૂ જહલનું નામ નથી.
   વળી આપ ( સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ) અને અબૂ જહલનું નસબનામું ( પેઢીનામું ) જોઈએ તો તેના અભ્યાસથી પણ સાબિત થાય છે કે અબૂ જહલ આપ ﷺ નો કાકો ન હતો. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું પવિત્ર નસબનામું આ પ્રમાણે છે :
     મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ મુત્તલિબ બિન હાશિમ બિન અબ્દે મનાફ બિન કુસય બિન કિલાબ બિન મુર્રહ બિન કઅબ બિન લુઅય.
અબૂ જહલની વંશાવલી આ પ્રમાણે હતી :
    અબૂ જહલ બિન હિશામ બિન અમ્ર બિન રબીઅહ બિન હારિસ બિન હુબૈબ બિન નશ્ર બિન માલિક બિન હિસ્લ બિન આમિર બિન લુઅય.
    બંને નસબનામા “લુઅય”માં મળી જાય છે જે હુઝૂરે અકરમ ( સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ) ના નસબમાં દસમાં નંબરે છે અને અબૂ જહલના નસબમાં અગિયારમાં નંબરે છે. આ વિગત મુજબ અબૂ જહલ આપ ( સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) નો કાકો તો નથી પરંતુ ખાનદાની ભત્રીજો બને છે.
   તે માટે એમ સમજવું કે અબૂ જહલ હઝરત રસૂલુલ્લાહ ﷺ નો સગો કાકો હતો દુરુસ્ત નથી.
નોંધ :- અબૂ જહલ સગો કાકો તો ન હતો એ વાતમાં કોઈનો મતભેદ નથી. હાં તેની રસુલુલ્લાહ ﷺ સાથે શું રીશ્તેદારી હતી તેમાં ઈતિહાસ લેખકો દરમિયાન મતભેદ જોવા મળે છે.
[ઝુબ્દતુ'લ્ ફતાવા : ૧ / ૧૬૪]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)