ખાલી કાતર ચલાવવા વિષે ગલત માન્યતાઓ

Ml Fayyaz Patel
0

     લોકોમાં ખાલી કાતર ( કંઈક કાપ્યા વગર એમજ ) ચલાવવાને લઈને ઘણી ખોટી માન્યતાઓ જોવા મળે છે. જે નિમ્ન લિખિત છે.

❖ ખાલી કાતર ચલાવવાથી ઘરમાં લડાઈ થાય છે. 

❖ સગા વહાલાથી સંબંધ બગડે છે. 

❖ પતિ - પત્ની દરમિયાન ઝઘડો થાય છે. 

❖ ખાલી કાતર ચલાવવી બદનસીબી નું પ્રતિક છે.

❖ ખાલી કાતર ચલાવવી મોતનું પણ પ્રતિક છે.

શુદ્ધિકરણ :-

     ઉપરોક્ત કાતર વિષે જેટલી માન્યતાઓ છે તે બધી બેબુનિયાદ , મનઘડત અને અંધશ્રદ્ધા પર આધારિત છે. અને ઈસ્લામ આવી દરેક જાતની માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ થી મુક્ત છે. કોઈ પણ મુસલમાન માટે જાઈઝ નથી કે તે આવી ખોટી માન્યતાઓ માં વિશ્વાસ કરે. 

      તે જ માટે અલ્લાહ તઆલાએ પણ કુર્આનમાં પહેલેથી જ આદેશ આપી દીધો છે કે દરેક વસ્તુ અલ્લાહ તરફથી હોય છે જેમાં બીજી કોઈ વસ્તુનો કોઈ દોષ નથી હોતો.

قُلۡ کُلٌّ مِّنۡ عِنۡدِ اللّٰہِ

(سورة النساء)

તર્જુમો :- (હે મુહમ્મદ ﷺ) તમે કહી દ્યો કે દરેક ( સારી અને ખરાબ ) વસ્તુ અલ્લાહ તઆલા તરફથી હોય છે.

     તે માટે પોતાના અકીદાને બેબુનિયાદ માન્યતાઓ થી પાક સાફ રાખવાની ખૂબ જ જરૂર છે.

[એક ગલત સોચ]

------------------------------

Ml Fayyaz Patel (Ghodi)

+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)