લોકોમાં આ હદીષ પણ ખૂબ જ પ્રચલિત છે કે જે વ્યક્તિ અઝાન વખતે વાતો કરે છે તેને મૃત્યુના સમયે કલીમો અથવા ઈમાન નસીબ થતું નથી.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાત બેબુનિયાદ છે. હદીષમાં આવી કોઈ વાતનો કોઈ ઉલ્લેખ મળતો નથી. અને આવી જુઠી વાતની નિસ્બત રસુલુલ્લાહ ﷺ તરફ કરવી ઘણો જ મોટો ગુન્હો છે.
હાં ! અઝાન થતી હોય ત્યારે શ્રેષ્ઠ અને ઉત્તમ આ છે કે અઝાનનો જવાબ આપવામાં આવે. પરંતુ એવું માનવું કે વાતો કરવાથી કલીમો નસીબ ન થાય બિલકુલ બેબુનિયાદ છે.
તેથી ઉપરોક્ત વાત હદીષ તરીકે બયાન કરવી દુરુસ્ત નથી.
[ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ]
--------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59