લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે વ્યક્તિ પોતાની મુસીબતો અને બલાઓને તાળવા સદ્કહ્ કાઢે છે. તો તેઓની મુસીબત અને બલા સદ્કહ્ લેનાર પર ફેરવાઈ જાય છે. એટલે કે તે મુસીબત અને બલા સદ્કહ્ લેનાર પર ઉતરે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત માન્યતા બિલકુલ ખોટી, બેબુનિયાદ અને મનઘડત છે. દરેક બૂરી - ભલી વસ્તુઓ પર અલ્લાહ તઆલાની માલિકી છે. માણસ પર આવનારી મુસીબતો અલ્લાહ તઆલાની નારાજ હોવાના પ્રતીકો પૈકી એક પ્રતીક છે. અને હદીષમાં આવે છે કે સદ્કહ્ અલ્લાહ તઆલાના ગુસ્સાને ઠંડો કરે છે.
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ : إِنَّ الصَّدَقَةَ لَتُطْفِئُ غَضَبَ الرَّبِّ وَتَدْفَعُ مِيتَةَ السَّوْءِ
(رَوَاهُ التِّرْمِذِيُّ)
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે બેશક સદ્કહ્ અલ્લાહ તઆલાના ગુસ્સાને ઠંડો કરે છે અને ખરાબ મૃત્યુથી બચાવે છે.
ઉપરોક્ત હદીષથી ખબર પડી કે સદ્કહ્ અલ્લાહ તઆલાના ગુસ્સાને ઠંડો પાડે છે. જેને લઈને અલ્લાહ તઆલા આવતી મુસીબતને પણ રોકી લે છે. ન કે તે મુસીબત બીજા પર ફેરવી દે છે.
તે માટે એવી માન્યતા રાખવી કે તે મુસીબત સદ્કહ્ લેનાર પર ફેરવાઈ જાય છે દુરુસ્ત નથી.
-----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59