સોશયલ મીડિયા વૉટ્સઍપ, ફેસબુક, ટેલિગ્રામ વગેરે પર લોકો અવારનવાર સલામ કરતા રહે છે. તેના જવાબ વિષે લોકોમાં ઘણી ગલત સમજણ ફેલાઈ છે માટે નિમ્ન તેના વિષે વિગતવાર માહિતી લખી રહ્યો છું.
શુદ્ધિકરણ :-
સલામ કરવી સુન્નત છે અને તેનો જવાબ આપવો વાજીબ અને જરૂરી છે. સલામ કોઈ એક વ્યક્તિને ખાસ કરવામાં આવી હોય. દા.ત. પર્સનલમાં કરવામાં આવી હોય તો તે વ્યક્તિ માટે તેનો જવાબ આપવો વાજીબ અને જરૂરી લેખાશે.
અને જો ગ્રૂપના બધા સભ્યોને સલામ કરવામાં આવે તો ગ્રૂપમાં હાજર કોઈ પણ એક વ્યક્તિના જવાબ આપવાથી દરેક વ્યક્તિ તરફથી જવાબ અદા થઈ જશે.
હાં ! જો ગ્રૂપમાં કોઈ વ્યક્તિનું નામ લઈને સલામ કરવામાં આવે તો તે જ વ્યક્તિ માટે જવાબ આપવો વાજીબ અને જરૂરી રહેશે.
નોંધ :- જવાબ બોલીને અથવા લખીને બંન્ને રીતે આપવો દુરુસ્ત છે. હાં ! કોઈ પરેશાની ન હોય તો લખીને જવાબ આપવો શ્રેષ્ઠ અને ઉત્તમ છે. જેથી સામેવાળી વ્યક્તિને કોઈ બદગુમાની ન થાય.
ویجب ردّ جواب کتاب التحیة کردّ السلام۔
[روح المعانی، ۴ / ۱۴۸]
{ردّ جواب الکتاب حق کردّ السلام} أي إذا کتب لك رجل بالسلام في کتاب ووصل إلیك وعلمته بقراءتك او بقراءۃ غیرك وجب علیك الرد باللفظ أو المراسلة۔
[فیض القدیر ۴ / ۳۱، تحت الرقم : ۴۴۴۸]
ویجب ردّ جواب کتاب التحیة کردّ السلام۔
[در مختار]
وفي الشامیة : قوله : (ویجب رد جواب کتاب التحیة) لأن الکتاب من الغائب بمنزلة الخطاب من الحاضر۔ مجتبی ۔ والناس عنہ غافلون ۔ ط ۔
أقول : المتبادر من هذا أن المراد رد سلام الکتاب لا رد الکتاب۔
[۹ / ۵۹۴، الحظر والإباحة، باب الاستبراء وغیرہ، شامی)
------------------------------
Ml Fayyaz patel (Ghodi)
+265 980 26 85 59