જ્યારે આપણે કોઈક ને અલવિદા કરીએ છીએ અથવા તેનાથી અલગ થઈએ છીએ ત્યારે વારંવાર એક વાક્ય સાંભળવા મળે છે. અને તે છે “ ખુદા હાફિઝ ”
શુદ્ધિકરણ :-
સૌથી પહેલા આ વાત સમજી લેવી જોઈએ કે રસુલુલ્લાહ ﷺ જ્યારે કોઈને અલવિદા કરતા હતા ત્યારે તેમનો અમલ શું હતો...? અલવિદા વખતે શું બોલવું સુન્નત લેખાશે...? એક હદીષમાં રસુલુલ્લાહ ﷺ નો ઈરશાદ છે કે...
إذا أتیتم المجلس فسلموا علی القوم، وإذا رجعتم فسلموا علیہم؛ فإن التسلیم عند الرجوع أفضل من التسلیم الأول
(رواہ مسلم، رقم الحدیث: ۱۶۸۲، ۲۱۳۲)
તર્જુમો :- જ્યારે તમે કોઈ મજલીસ ( સભા ) માં આવો તો ત્યાં લોકોને સલામ કરો. અને જ્યારે ત્યાંથી પાછા આવો ત્યારે પણ સલામ કરો. કેમ કે પાછા ફરતી વખતે સલામ કરવી શ્રેષ્ઠ અને ઉત્તમ છે પહેલા વખત ( સભામાં આવતી વખતે) કરવામાં આવેલી સલામની તુલનામાં.
એવી જ રીતે બીજી એક હદીષમાં આવે છે કે જ્યારે કોઈ રુખસત થતું હતું તો રસુલુલ્લાહ ﷺ તેને નિમ્ન લિખિત દુવા દેતા હતા.
أَنَّ ابْنَ عُمَرَ، كَانَ يَقُولُ لِلرَّجُلِ إِذَا أَرَادَ سَفَرًا: ادْنُ مِنِّي أُوَدِّعْكَ كَمَا كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُوَدِّعُنَا، فَيَقُولُ : " أَسْتَوْدِعُ اللَّهَ دِينَكَ وَأَمَانَتَكَ وَخَوَاتِيمَ عَمَلِكَ "۔
(ترمذى : رقم الحديث / ٣٤٤)
“ હું તમારા દીન, તમારી અમાનત અને તમારા છેલ્લા અમલ ( હુસ્ને ખાતિમહ્ ) ને અલ્લાહ તઆલાના હવાલે કરું છું.”
તે માટે કોઈ વ્યક્તિને અલવિદા કરતી વખતે સલામ અને ઉપરોક્ત દુવા આપવાની આદત બનાવવી જોઈએ. કેમ કે અલવિદા વખતે સલામ કરવી અને ઉપરોક્ત દુવા આપવી રસુલુલ્લાહ ﷺ ની સુન્નત છે.
“ ખુદા હાફિઝ ” વાક્ય પણ ભલે એક દુવા જ છે પરંતુ જ્યારે રસુલુલ્લાહ ﷺ થી અલવિદા વખતે એક નિશ્ચિત અમલ સાબિત હોવા છતાં બીજી કોઈ દુવાની આદત બનાવી લેવી યોગ્ય નથી.
તે જ માટે ઉલમાએ લખ્યું છે કે સાબિત અને સુન્નત અમલને છોડીને માત્ર “ ખુદા હાફિઝ ” ની આદત બનાવી લેવી મકરૂહ તેમજ સુન્નતના વિરુદ્ધ અમલ છે. હાં સુન્નત અમલની સાથે સાથે “ ખુદા હાફિઝ ” પણ કહેવામાં આવે તો વાંધો નથી.
[ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ]
-----------------------------------
Ml Fayyaz patel (Ghodi)
+265 980 26 85 59