પબ્જી ગેમ રમવી પહેલેથી જ શરઈ દ્રષ્ટિએ ઘણી બધી ગેર શરઈ વાતો પર આધારિત હોવાના કારણે ના જાઈઝ હતી. જેમ કે :
❖ પબ્જી ગેમ તસવીર ( ફોટો ) પર આધારિત હોય છે. જે શરઈ દ્રષ્ટિએ જાઈઝ નથી.
❖ પબ્જી ગેમ રમવામાં એટલો બધો સમયનો બગાડ થાય છે કે જેનાથી અસલ હેતુ ઈબાદત ( નમાઝ વગેરે ) છૂટી જાય છે. અને આ બિલકુલ અનુભવી વાત છે. અને જે વસ્તુ ઈબાદતના માટે રૂકાવટ બને તે વસ્તુમાં મશ્ગુલી બિલકુલ જાઈઝ નથી.
❖ પબ્જી ગેમ રમનાર ની બુદ્ધિને પણ ઘણું નુકસાન પહોંચે છે. છેવટે માનસિક બિમારીનો શીકાર બની જાય છે. જે શરઈ રીતે પોતાની જાતને હલાક કરવા સમાન છે જે બિલકુલ જાઈઝ નથી.
ઉપરોક્ત તેના ના જાઈઝ હોવાના ત્રણ કારણો વર્ણન કરવામાં આવ્યા. જેના સિવાય બીજા પણ હજુ કારણો છે.
(ઑનલાઇન બિન્નોરી ટાઉન)
❍ પબ્જી ગેમ રમવામાં ઈમાનનો પણ ખતરો છે.
પબ્જી ગેમ રમવું ના જાઈઝ હોવાના ઉપરોક્ત ત્રણ કારણો શું ઓછા હતા...? કે હવે તો નવા વર્ઝનમાં એવી વસ્તુ પણ આવી રહી છે કે જેના વડે રમનાર વ્યક્તિનો ઈમાનનો પણ ખતરો વધી જાય છે.
અને તે આ છે કે નવા વર્ઝન માં ખેલાડીને પાવર મેળવવા માટે મુર્તિઓની પૂજા પણ કરવી પડે છે જે શિર્ક છે.
(મુફતી યાસીર નદીમ અલ્-વાજીદી)
તે માટે મુસ્લિમ નવયુવાનોને નમ્ર વિનંતી છે કે પબ્જી ગેમ રમવાથી બચે અને પોતાના બાળકોને પણ બચાવે. જો ખરેખર તમને ઈમાન અને આખિરતની ફીક્ર હોય.
-----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59