હાથ, પગ, ગાલ વગેરે પર તલ હોવા વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં શરીરના અવયવો પર તલ હોવા વિષે ઘણી બધી બેબુનિયાદ માન્યતાઓ જોવા મળે છે જે નિમ્ન લિખિત છે.
❖ પગના તળવે તલનું હોવું તે વ્યક્તિના વધારે સફર, નસીબદાર અને માલદાર હોવાનું પ્રતીક છે.
❖ જમણા ગાલ પર તલનું હોવું શાદી પછી માલદાર થવાનું પ્રતીક છે.
❖ નાક પર અથવા તેની જમણી બાજુ તલનું હોવું જવાનીમાં માલદાર અને સફળતા મળવાનું પ્રતીક છે.
❖ આખોમાં તલનું હોવું જીંદગી સરળ હોવાનું પ્રતીક છે.
❖ કમર પર તલનું હોવું માલદારીનું પ્રતીક છે.
❖ જમણા હાથના ઉપરી હિસ્સામાં તલનું હોવું જલ્દી માલદારીનું અને નીચેના ભાગે મોડેથી માલદાર બનવાનું પ્રતીક છે.
❖છાતીની ડાબી બાજુએ દિલની આસપાસ તલનું હોવું વધારે મુહબ્બત કરવાવાળો હોવાનું પ્રતીક છે.
આ રીતે હજુ પણ તલ વિષે ઘણા પ્રતીકો પ્રચલિત છે.
શુદ્ધિકરણ :-
     તલ વિષે ઉપરોક્ત બધી જ માન્યતાઓ બેબુનિયાદ અને મનઘડત છે. આ બધી માન્યતાઓ મુસલમાનોમાં ગેર મુસ્લિમો સાથે રહન સહનના કારણે પ્રચલિત થઈ ગઈ છે. આવી બધી માન્યતાઓ ગેર મુસ્લિમોની કિતાબ " જ્યોતિષ શાસ્ત્ર " માં લખેલ છે.
    જ્યારે કે મુસલમાનો નો બુનિયાદી અકીદો આ છે તેના વિષે પહેલેથી જ અલ્લાહ તઆલાએ નક્કી કરી દીધું છે. હદીષમાં આવે છે કે : “ જ્યારે બાળક તેની માતાના પેટમાં હોય છે ત્યારે જ અલ્લાહ તઆલા તેના વિષે ૪ ફેસલા ફરીશ્તા પાસે લખાવે છે. ① તેનો અમલ. ② તેની રોજી. ③ તેની મુદ્દત (ઉમર) ④ અને તેનું નેક હોવું અથવા ખરાબ હોવું.”
(બુખારી શરીફ : ૩૨૦૮)
     તે માટે એક મુસલમાન માટે જાઈઝ નથી કે તે ખોટી માન્યતાઓમાં સપડાયને તેના પર યકીન રાખે.
[એક ગલત સોચ]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)