લોકોમાં આ વાત પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે કે મસ્જીદમાં જે વસ્તુઓ વક્ફ હોય છે તેને લોકો પોતાના કામમાં પણ ઉપયોગ કરે છે. દા.ત... મસ્જીદની ટાંકીનું પાણી, દાદર, વગેરે વસ્તુઓ પોતાના કામમાં ઉપયોગ કરે છે.
શુદ્ધિકરણ :-
મસ્જીદમાં જે વસ્તુઓ વક્ફ હોય છે તે વસ્તુઓને પોતાના કામમાં ઉપયોગ કરવું જાઈઝ નથી. એવી જ રીતે જે વસ્તુઓ ભાડુઆત હોય તે વસ્તુઓ ને ભાડા વગર ઉપયોગ કરવી જાઈઝ નથી.
હાં..! અલબત્ત નમાઝની તૈયારી માટે મસ્જિદના પાણીથી વુઝૂ કરવું, નમાઝ દરમિયાન મસ્જીદના લાઈટ, પંખાનો ઉપયોગ જાઈઝ છે. કેમ કે તેના વક્ફનો હેતુ આટલા માટે જ હોય છે.
મસ્જિદના સંડાસ ઉપયોગ કરવાનો હુકમ
જે લોકો નમાઝ,ઝીક્ર, તીલાવત અથવા ઈબાદતના હેતુસર આવ્યા હોય તો તે લોકો માટે મસ્જિદના સંડાસ તથા બાથરૂમનો ઉપયોગ જાઈઝ છે. અને જે લોકોનો મસ્જિદ આવવાનો હેતુ માત્ર સંડાસ તથા બાથરૂમનો ઉપયોગ છે. તો તેઓ માટે સંડાસ તથા બાથરૂમનો ઉપયોગ જાઈઝ નથી.
[અલ' મસાઈલુ'લ્ મુહીમ્મહ્ : ૭ / ૧૪૪]
[કિતાબુ'ન્ નવાઝીલ : ૧૩ / ૪૪૫]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59