રસુલુલ્લાહ ﷺ ના ચહેરાની ચમકથી સોય મળવા વિષે હદીષની તહકીક

Ml Fayyaz Patel
0
લોકોમાં રસુલુલ્લાહ ﷺ નો આ કિસ્સો પણ ખૂબ જ પ્રચલિત છે કે :
     “ એક વખત હઝરત આઇશાؓ  સોય વડે કામ કરી રહ્યા હતા. અચાનક તેમના હાથમાંથી સોય પડી ગઈ અને રૂમમાં અંધારું હોવાના કારણે સોય મળતી ન હતી. તો તે સમયે રસુલુલ્લાહ ﷺ રૂમમાં દાખલ થયા અને તેમના ચહેરાની ચમકથી આખા રૂમમાં અજવાળું થતાં સોય મળી ગઈ. ”
(અમુક લોકો આ રીતે પણ બયાન કરે છે કે) તેમના દાંતની ચમકથી આખા રૂમમાં રોશની ફેલાય ગઈ.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત રસુલુલ્લાહ ﷺ ની તરફ સંબોધીત કિસ્સાને હઝરાતે મુહદ્દીષીને મનઘડત અને બેબુનિયાદ બતાવ્યો છે.
     બેશક રસુલુલ્લાહ ﷺ ખૂબસૂરત હતા. તેઓ હૂસ્ન અને જમાલમાં બેમિસાલ હતાં. પરંતુ એનો મતલબ એવો પણ નહીં કે તેમના તરફ એવા કિસ્સા ઘડવામાં આવે જે બિલકુલ સાબિત જ ન હોય.
    તે માટે ઉપરોક્ત કિસ્સો સાબિત ન હોવાને કારણે બયાન કરવો દુરુસ્ત નથી.
[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૧ / ૧૫૩, અ'લ્ આસ઼ારૂ'લ્ મઅ્રૂફહ્ : ૧૦૩]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)