લોકોમાં પૈસા વારંવાર ગણવા વિષે પણ નિમ્ન લિખિત ગલત માન્યતાઓ પ્રચલિત છે.
❖ વારંવાર પૈસા ગણવાથી બરકત ઉઠાવી દેવામાં આવે છે.
❖ પૈસાને વારંવાર ગણવાથી તે ઓછા થઈ જાય છે.
❖ પૈસાને વારંવાર ગણવાથી તે શયતાનનો કોળિયો બની જાય છે.
❖ વારંવાર પૈસા ગણવા અભિમાન અને અહંકારનું પ્રતિક છે.
❖ વારંવાર પૈસા ગણવા કંજૂસીનું પ્રતિક છે.
શુદ્ધિકરણ :-
વારંવાર પૈસા ગણવા વિષે ઉપરોક્ત બધી જ માન્યતાઓ મનઘડત અને બેબુનિયાદ છે. અને મુસલમાનોમાં આ માન્યતા બીજા ધર્મના લોકો વડે પ્રચલિત થઈ છે.
પૈસા અલ્લાહ તઆલાની એક નેઅમત (ભેટ) છે. અને આ જ નેઅમત અમુક વખત આપણા માટે પરીક્ષા બની જાય છે. તે માટે અલ્લાહ તઆલાની આપેલી આ નેઅમતને દુનિયા અને આખિરતની રાહતનો સામાન સમજીને તેનો સદ્ઉપયોગ કરવો જોઈએ. ન કે તેનો દૂરઉપયોગ કરીને તેને પરેશાની નો સામાન બનાવવામાં આવે.
તે માટે અલ્લાહ તઆલાએ આપેલી ભેટ વિષે ગલત માન્યતાઓમાં પડવા કરતાં તેના વડે પોતાની આખિરતની ફિક્રમાં લાગી જવું જોઈએ.
[એક ગલત સોચ]
----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59