લોકોમાં આ અંધશ્રદ્ધા પણ ખૂબ જ પ્રચલિત છે કે જ્યારે કુતરું રડે છે તો એવું સમજવામાં આવે છે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામવાનો છે કેમકે કુતરું મલિકુ'લ્ મોતને જોઈને રડતું હોય છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાત બિલકુલ મનઘડત, બેબુનિયાદ અને બાતીલ છે. શરીયતમાં આ વસ્તુનો કોઈ સબૂત નથી. બલ્કે હદીષમાં આવી બધી ખોટી માન્યતાઓ તથા અંધશ્રદ્ધાઓ થી બચવાની તાકીદ કરવામાં આવી છે.
عَنْ أَبِي هُرَيْرَةَؓ مرفوعا : لَا عَدْوَى وَلَا طِيَرَةَ وَالْعَيْنُ حَقٌّ۔
(السلسلة الصحيحة : ١١٣٩)
તર્જુમો :- હઝરત અબૂ હુરૈરહ્ રદી. બયાન કરે છે કે એક રોગનું બીજાને લાગવાની કોઈ હકીકત નથી, અપશુકન જાઈઝ નથી અને નજર લાગવી હક ( સાચું ) છે.
તે માટે આવી બધી ખોટી માન્યતા તથા અંધશ્રદ્ધાઓ થી ખૂબ બચવું જોઈએ.
[દા.ઈ. જામિઆ ઉલૂમે ઈસ્લામિય્યહ બિન્નોરી ટાઉન]
-------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59