આ હદીષ પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે એક વખત એક મુશરીક મહેમાન રસુલુલ્લાહﷺ ના ઘરે રોકાઈ ગયો. રાત્રે તેના પેટમાં ગડબડ થવાના કારણે તેણે બિસ્તર મળમૂત્રથી નપાક કરી દીધું.
જ્યારે સવારમાં તે મુશરીકે જોયું કે રસુલુલ્લાહﷺ પોતે પોતાના હાથ વડે તેનું મળમૂત્ર સાફ કરી રહ્યા છે. તો આ જોઈ તે મુસલમાન થઈ ગયો.
શુદ્ધિકરણ :-
ઘણી શોધ કર્યા પછી પણ આ કિસ્સો હદીષની માન્ય કિતાબોમાં ન મળ્યો. તે માટે જ્યાં સુધી તે સહીહ સનદ સાથે ન મળે ત્યાં સુધી તેને બયાન કરવામાં સાવચેત રહેવું જોઈએ. કેમકે રસુલુલ્લાહﷺનું ફરમાન છે કે :
“ માણસના જુઠા હોવા માટે માત્ર આ જ વાત કાફી છે કે તે દરેક સાંભળેલી વાતો(તહકીક વગર) આગળ નક્લ કરે ”
(મુકદ્દમએ મુસ્લિમ શરીફ)
એવી જ રીતે એક બીજુ ફરમાન આ પણ છે કે :
“ જે વ્યક્તિ જાણી જોઈને મારા તરફથી કોઈ જુઠી વાત કહેશે તો તેણે જહન્નમમાં પોતાની જગ્યા બનાવી લેવી જોઈએ. ”
[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝા : ૨ / ૩૫૧]
-----------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59