લોકોમાં અમુક બેબુનિયાદ વાતો ઘણી જ પ્રચલિત છે જે નિમ્ન મુજબ છે.
❍ ભીંગારાનું ઘર તોડવાથી આંખમાં આંજણી થાય છે.
❍ જે વ્યક્તિ ઝાડ કાપવાનું કામ કરે છે તેની નસલ વધારે આગળ વધતી નથી.
❍ હીજડાની બદ દુવા તરત જ કબૂલ થઈ જાય છે.
❍ હિચકી આવવાને કોઈ યાદ કરતું હોવાનું પ્રતિક સમજવામાં આવે છે.
❍ કાગડો બોલવાથી ઘરમાં મહેમાન આવે છે.
❍ મોર ના બોલવાને વરસાદ પડવાનું પ્રતિક સમજવામાં આવે છે.
❍ જમણી અથવા ડાબી આંખ ફરકવાને સારૂ અથવા ખરાબ થવાનું પ્રતિક સમજવામાં આવે છે.
❍ હાથમાં ખજવળ ને પૈસા આવવાનું અને પગમાં ખજવળ ને ક્યાંક સફર થવાનું પ્રતિક સમજવામાં આવે છે.
❍ પોતાની જબાન દાંતોની નીચે આવી જવાથી કોઈકે ગાળ આપી હોવાનું પ્રતિક સમજે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત બધી જ વાતો બેબુનિયાદ, મનઘડત અંધવિશ્વાસ પર આધારિત વાતો છે. અને આવી વાતોનું દીને ઈસ્લામમાં કોઈ સ્થાન નથી.
ઉપરોક્ત બધી વાતોનો અકીદો રાખવો તેમજ તેને સાચું સમજવું દુરુસ્ત નથી. આવી બધી વાતો મુસ્લિમ સમાજમાં પ્રચલિત થવાના કારણો પૈકી એક મોટું કારણ દીને ઈસ્લામને સારી રીતે સમજી ન શકવું અને ઈસ્લામનું પૂરતું જ્ઞાન ન હોવું છે. છેવટે ગેર મુસ્લિમોની ખોટી માન્યતાઓ થી પ્રભાવિત થઈ તેને પોતાનો અકીદો અને માન્યતા બનાવી દે છે.
તે માટે આવી ગલત માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ થી ખૂબ બચવું જોઈએ.
[અગ્લાટુ'લ્ અવામવ]
----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59