લોકોમાં આ એક હદીષ ખૂબ મશ્હુર છે કે :
حُبُّ الوَطَنِ مِنَ الإيْمَنِ
વતનથી મુહબ્બત ઈમાનનો હિસ્સો છે.
શુદ્ધિકરણ :-
આ હદીષના બારામાં હાફિઝ સખાવીؒ , હાફિઝ જલાલુદ્દીન સુયૂતીؒ અને હાફિઝ જરખ્શીؒ નું કહેવું છે કે :
لَمْ أَقِفْ عَلَيْهِ
અને ઉપર બયાન કરનાર મુહદ્દીષીન કોઈ હદીષના બારામાં " لَمْ أَقِفْ عَلَيْهِ "(મને આ હદીષની ખબર નથી) અથવા " لَا أَعْرِفُهٗ "(હું આ હદીષ જાણતો નથી) જેવા શબ્દોથી કોઈ હદીષ પર હુકમ લગાવી દે તો એ હદીષ મનઘડત હોવાની દલીલ હોય છે. કેમ કે આવા મોટા મુહદ્દીષીનને જે હદીષની ખબર ન હોવી તે હદીષનો વજુદ ન હોવાની દલીલ માટે કાફી છે.
તેથી આને હદીષ તરીકે હુઝૂર ﷺ ની તરફ નિસ્બત કરીને બયાન કરવી દુરસ્ત નથી.
[અલ'મકાસીદુ'લ હસનહ્.હદીષ નંબર.૩૮૬ / અદ'દુરરૂ'લ મુન્તસીરહ્...હદીષ નંબર.૧૯૦ / અલ'લુઅ્લુઉ'લ મરસુઅ્...હદીષ નંબર.૧૭૦]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59