લોકોમાં નખ વિષે આ વાતો પણ ખૂબ જ પ્રચલિત છે કે :
• સાંજે નખ ના કપાય.
• મગરિબ પછી (રાત્રે) નખ કાપવા જાઈઝ નથી.
• બુધવારે નખ કાપવાથી કોઢની બિમારી થાય.
• સૂરજ આથમ્યા પછી નખ કાપવાથી ઘરમાં ગરીબી આવે.
શુદ્ધિકરણ :-
નખ કાપવા વિષે ઉપરોક્ત જેટલી વાતો છે તે બધી મનઘડત અને બેબુનિયાદ છે. શરિયતમાં નખ કાપવા વિષે કોઈ દિવસ કે ઘડી નક્કી નથી. હાં ! પરંતુ જુમ્માના દિવસે કાપવા શ્રેષ્ઠ છે.
ફાયદો :- નખ રાત્રે કાપવા વિષે ખલીફા હારૂન રશીદ અને ઈમામ અબૂ યુસુફؒ નો એક કિસ્સો કિતાબોમાં લખેલ મળે છે કે :
એક વખત ખલીફા હારૂન રશીદેؒ ઈમામ અબૂ યુસુફؒ ને પુછ્યું કે શું રાત્રે નખ કાપી શકાય..? ઈમામ અબૂ યુસુફ રહ. એ હાં કહ્યું તો ખલીફા હારૂન રશીદે તેમની પાસે દલીલ માંગી. ઈમામ અબૂ યુસુફ રહ. એ કહ્યું કે રસુલુલ્લાહ ﷺ નો ઈરશાદ છે ( الخير لا يؤخر ) સારા કામોમાં મોડું કરવામાં ન આવે.
[અ'લ્ મસાઈલુ'લ મુહિમ્મહ્ : ૮ / ૩૯]
---------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59