લોકોમાં આ વાત પણ ઘણી મશ્હુર છે કે નખ કાપવાનો સુન્નત તરીકો આ છે કે સૌથી પહેલા જમણા હાથની શહાદતની(અંગુઠાની બાજુવાળી) આંગળીનો નખ કાપવો. ત્યારપછી સૌથી લાંબી વચ્ચેની આંગળીનો પછી એની બાજુવાળી બન્ને આંગળીઓના લાઈનથી કાપવા.
ત્યારપછી ડાબા હાથની સૌથી નાની છેલ્લી આંગળીથી લાઈનથી કાપવાની શરૂઆત કરવી અંગુઠા સુધી અને છેલ્લે જમણા હાથના અંગૂઠાનો નખ કાપવો.
શુદ્ધિકરણ :-
આ તરીકો હદીષથી સાબિત નથી બલ્કે કોઈ પણ તરીકો સાબિત નથી. તે માટે તેને "મસ્નુન તરીકો" અથવા "સુન્નત તરીકો" કહેવું સહી નથી.
અમુક લોકો આ તરીકાને હઝરત અલીؓ ની તરફ નિસ્બત કરે છે. પરંતુ મુહદ્દીષિનનું કહેવું છે કે તે પણ મનઘડત છે.
સારાંશ કે નખ કાપવાનો કોઈ પણ તરીકો સાબિત નથી તો જે તરીકાથી પણ નખ કાપવામાં આવે નખ કાપવાની સુન્નત અદા થઈ જશે.
[કશ્ફુ'લ ખીફાઅ્ : ૫ / ૪૯૯]
------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59