આ વાત પણ સોશિયલ મીડિયા પર વધુ પ્રમાણમાં વાઈરલ થઈ રહી છે કે હલીમ (ખાવાની એક વાનગી) ને હલીમ કહેવું જાઈઝ નથી. તે માટે હલીમને દલીમ કહેવું જોઈએ.
કેમકે હલીમ અલ્લાહનું વિશેષજ્ઞ ( સીફતી ) નામ છે. અને ખાવાની વાનગીને હલીમ કહેવાથી તથા મેં હલીમ ખાધો વગેરે જેવા વાક્યો બોલવાથી અલ્લાહના વિશેષજ્ઞ નામની બેઅદબી અને અપમાન થાય છે.
શુદ્ધિકરણ :-
સૌથી પહેલી વાત કે હલીમ અલ્લાહના તે વિશેષજ્ઞ નામો માંથી છે. જે અલ્લાહ માટે ખાસ નથી. બલ્કે મનુષ્ય માટે પણ તેનો ઉપયોગ દુરુસ્ત છે. જેવી રીતે કે હકીમ આપણે કોઈ તબીબ માટે પણ આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે કે અલ્લાહનું વિશેષજ્ઞ નામ પણ છે.
બીજી વાત કે એક જ શબ્દનું અલગ અલગ ભાષામાં અલગ અલગ ભાવાર્થ સાથે ઉપયોગ થવું શક્ય છે. અને અહીંયા પણ હલીમ શબ્દ અરબી ભાષામાં નમ્ર સ્વભાવ માટે બોલવામાં આવે છે તો ઉર્દૂ , ગુજરાતી ભાષામાં ખાવાની એક વાનગી માટે બોલવામાં આવે છે.
તે માટે ખાવાની વાનગીને હલીમ કહેવામાં કોઈ વાંધો નથી.
[ઑનલાઇન ફતાવા & ફતાવા જામિઆ બિન્નોરી ટાઉન]
------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59