આ વસ્તુ પણ વધુ પ્રમાણમાં જોવામાં આવે છે કે લોકો ષવાબનું કામ સમજી મોબાઈલ રિંગટોનમાં કુર્આનની આયત, અઝાન અને એવી પંક્તિઓ જેમાં રસુલુલ્લાહﷺ ના વખાણ અને પ્રશંસા કરવામાં આવી હોય (નઅ્ત શરીફ) ગોઠવે છે.
શુદ્ધિકરણ :-
રિંગટોન નો હેતુ માત્ર આ વાતની ખબર દેવાનો છે કે કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરવા ઈચ્છે છે. અને આ હેતુ પુરો પાડવા માટે કુર્આન તથા અઝાનનો ઉપયોગ બેઅદબી અને અવિવેકી ને પાત્ર છે.
તે માટે તેનો ઉપયોગ ઉપરોક્ત હેતુ અને મકસદ માટે ઉલમાએ નાજાઈઝ લખ્યો છે. અને અમુક વખત તો એવું પણ બને છે કે માણસ સંડાસમાં હોય અને ફોન આવવાથી ત્યાં રીંગ વાગવા માડે છે જેમાં તેની ઘણી મોટી બેઅદબી છે.
સારાંશ કે કુર્આનનો અદબ, માન,મર્યાદા અને સન્માન જરૂરી અને વાજીબ છે. તે માટે ઉપરોક્ત વાતથી બચવું ઘણું જરૂરી છે.
[દીનકી બાતેં ઔર ઉનકા હલ / સફા : ૩૫૦]
-----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59