રૂખસતી વખતે દુલ્હનના માથા પર છાયડો કરવા વિષે

Ml Fayyaz Patel
0

     લોકોમાં આ રસમ પણ ખૂબ જ પ્રચલિત છે કે શાદીમાં દુલ્હનની રૂખસતી વખતે તેના પિતા અથવા તેનો ભાઈ દુલ્હનના માથા પર કુર્આનનો છાયડો કરે છે. આ વિચારીને કે આવું કરવાથી શાદી પછીની જીંદગીમાં ખુશહાલી આવે.

શુદ્ધિકરણ :-

     ઉપરોક્ત વર્ણવેલ વાત પણ બેબુનિયાદ છે. શરીયતમાં આ વાતનું પણ કોઈ સ્થાન નથી. આ એક રસમ છે જેનાથી બચવું જરૂરી છે.

     આ રસમ પણ ગેર મુસ્લિમો વડે મુસલમાનો માં પ્રચલિત થઈ છે. તેઓ ભાગવત ગીતા વડે દુલ્હનના માથા પર છાયડો કરે છે તેને જોઈ મુસલમાનો એ પોતાની શાદીઓમાં કુર્આનનો છાયડો કરવાનું શરૂ કરી દીધું.

     અમુક લોકો તો અહીંયા સુધી હિમ્મત કરીને સંદર્ભ રૂપે કહે છે કે રસુલુલ્લાહ ﷺ એ પણ હઝરત ફાતિમાؓ ના માથા પર છાયડો કર્યો હતો. જ્યારે કે આ વાત બિલકુલ બેબુનિયાદ છે. રસુલુલ્લાહ ﷺ થી આવું કંઈક પણ સાબિત નથી.

તે માટે આવી રસમ અને બેબુનિયાદ વાતોથી ખૂબ બચવું જોઈએ.

[એક ગલત સોચ]

--------------------------

Ml Fayyaz Patel (Ghodi)

+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)