આ વાત પણ વધુ પડતા જોવા મળે છે કે કોઈ વ્યક્તિ નમાઝ પઢવા આવે છે તો સુન્નત નમાઝથી ફારીગ થઈને ફર્ઝ નમાઝ પઢતા પહેલા વાતોમાં મશ્ગૂલ થઈ જાય છે.
એવી જ રીતે ફર્ઝ નમાઝ પછી પણ સુન્નતો પઢવામાં મોડું કરે છે. તે દરમિયાન ઝિક્ર,તસ્બિહ, વાતો વગેરેમાં મશ્ગૂલ રહે છે.
શુદ્ધિકરણ :-
ઉલમાએ ફિક્હની કિતાબોમાં લખ્યું છે કે ફર્ઝ અને સુન્નત નમાઝ દરમિયાન વાતો કરવાથી પઢેલી નમાઝનો ષવાબ ખતમ થઈ જાય છે અથવા ષવાબ ઓછો મળે છે.
એવી જ રીતે તે ફર્ઝ નમાઝ પછી (જેના બાદ સુન્નતો પઢવામાં આવે છે.) સુન્નત પઢવામાં મોડું કરવું મકરૂહ છે માટે એવી ફર્ઝ નમાઝ બાદ ઝિક્ર, તસ્બિહ, વઝાઈફ વગેરે ટુંકમાં પઢી લેવું જોઈએ જેનું હદીષમાં વર્ણન છે તેના સિવાય બીજા વઝાઈફ, ઝિક્ર, તસ્બિહ વગેરે સુન્નતોથી ફારીગ થયા પછી પઢવી જોઈએ.
ولو تكلم بين السنة والفرض لا يسقطها ولكن ينقص ثوابها۔
(الدر المختار مع الرد، کتاب الصلاۃ، باب الوتر والنوافل : ۲/۱۹))
" فی فتاویٰ ابن نجیم الحنفی " سئل عمن یتکلم بین السنة وبین الفرض ، هل تبطل السنة ويلزم اعادتها ، اجاب : لا تبطل، لكن يبطل ثوابها ومالايلزمه اعادتها ۔
( کتاب الصلوۃ : ۹ )
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૫ / ૧૨૫ & ફતાવા બિન્નોરી ટાઉન]
------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59