તહજ્જુદની નમાઝ માટે રાત્રે સુવું જરૂરી નથી

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે તહજ્જુદની નમાઝ પઢવા માટે રાત્રે સુવું જરૂરી છે. બલ્કે જો તહજ્જુદની નમાઝ પઢવી હોય તો છેલ્લે ઈશાની નમાઝ પછી ૧૦ મીનીટ પણ સુવું જરૂરી છે.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત વાત કે “ તહજ્જુદની નમાઝ માટે રાત્રે સુવું જરૂરી છે " બેબુનિયાદ અને મનઘડત છે.
      તહજ્જુદની નમાઝનો સમય ઈશાની નમાઝ પછીથી લઈને સુબ્હે સાદીક સુધીનો હોય છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ સમયે તહજ્જુદની નમાઝ પઢી શકાય છે. ભલે સુવાનું મળ્યું ન હોય. બલ્કે જે લોકોને સવારે ઉઠવામાં પરેશાની હોય અને કોશિશ કરવા છતાં ઉઠી ન શકતા હોય તેઓએ ઈશાની નમાઝ પછી તહજ્જુદની નમાઝ પણ પઢી લેવી જોઈએ.
      હાં ! પરંતુ રસુલુલ્લાહ ﷺ નો વધારે પડતો અમલ રાતના છેલ્લા હિસ્સામાં તહજ્જુદની નમાઝ પઢવાનો હતો. તે માટે શ્રેષ્ઠ અને ઉત્તમ તો આ જ છે કે રાતના છેલ્લા હિસ્સામાં ઉઠીને પઢવાનો મામુલ બનાવવો જોઇએ. અને તે સમય વધારે કબૂલાત અને બરકતને પાત્ર પણ છે.
[ઑનલાઇન ફતાવા દા.ઉ.દેવબંદ & જામીઆ બિન્નોરી ટાઉન]
-----------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)