લોકોમાં આ હદીષ પણ ઘણી પ્રચલિત છે કે "જ્યારે નવજુવાન તૌબા કરે છે ત્યારે અલ્લાહ તઆલા પૂર્વ અને પશ્ચિમ ના દરમિયાન બધા જ કબ્રસ્તાન થી ૪૦ દિવસનો અઝાબ દૂર કરી દે છે.
શુદ્ધિકરણ :-
ઘણી શોધ કર્યા પછી પણ આ રિવાયત હદીષની માન્ય કિતાબોમાં ન મળી. તે માટે જ્યાં સુધી તે સહીહ સનદ સાથે ન મળે ત્યાં સુધી તેને બયાન કરવામાં સાવચેત રહેવું જોઈએ.
નોંધ:- ભલે આ હદીષ સોશલ મિડિયા પર હઝરત અલીؓ ની તરફ નિસ્બત કરીને બયાન કરવામાં આવે છે. પરંતુ કોઈ પણ સહાબીની કોઈ વાત જો અક્કલના વિરુદ્ધ હોય તો એવુ સમજવામાં આવે કે તે સહાબી રસુલુલ્લાહﷺ થી બયાન કરે છે.
[ગૈર મોઅતબર રીવાયાત કા ફન્ની જાઈઝા : ૨ / ૪૫૯]
--------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59