ઈન્શા અલ્લાહ (Insha allah) લખવાની દુરુસ્ત રીત વિષે

Ml Fayyaz Patel
0

     સોશિયલ મીડિયા પર આ વાત પણ વધુ પ્રમાણમાં વાઈરલ થઈ રહી છે કે : Insha allah ← આ પ્રમાણે લખવું જોઈએ. અમુક લોકો ત્રણેય શબ્દોને મીલાવી આ પ્રમાણે→Inshaallah લખે છે. તો આવું મીલાવીને લખવું ભાવાર્થ બદલાઈ જવાના કારણે જાઈઝ નથી. કેમ કે અલગ અલગ લખવામાં ભાવાર્થ “ અલ્લાહે ઈચ્છ્યું તો ” થાય છે. જ્યારે કે મીલાવીને લખવામાં “ પેદા થયેલ અલ્લાહ ” થાય છે.

શુદ્ધિકરણ :-

     ભલે Insha allah ← આ રીતે લખવું શ્રેષ્ઠ છે. પરંતુ મીલાવીને →Inshaallah લખવામાં પણ કોઈ વાંધો નથી. કેમ કે પહેલા જમાનાનું લખાણ જોતા ખબર પડે છે કે તે વખતે મીલાવીને જ લખવામાં આવતું હતું. અને ગમે તે રીતે લખવામાં આવે લખનાર તથા વાંચનાર પણ “ અલ્લાહે ઈચ્છ્યું તો ” ભાવાર્થ જ મુરાદ લે છે અથવા સમજે છે.

     બીજી વાત કે મીલાવીને લખવામાં તેનો ભાવાર્થ “ પેદા થયેલ અલ્લાહ ” કેવી રીતે થાય છે તે પણ સમજાતું નથી. કેમકે તે વાક્યનો ભાવાર્થ અરબી ભાષાના નિયમાનુસાર આવો થતો જ નથી.

    તે માટે બંન્ને રીત પ્રમાણે લખવું જાઈઝ છે. હાં અલગ અલગ લખવું શ્રેષ્ઠ છે.

[ઑનલાઇન ફતાવા & ફતાવા જામિઆ બિન્નોરી ટાઉન]

---------------------------

Ml Fayyaz Patel (Ghodi)

+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)