આ વાત પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે ખાધા પહેલા અને પછી મીઠું ખાવું સુન્નત છે.
શુદ્ધિકરણ :-
સૌથી પહેલા આ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે તેને સુન્નત કહેવાનું કારણ એક હદીષ છે જે આ છે :
“ રસુલુલ્લાહﷺએ ફરમાવ્યું કે અલી તમે ખાવાની શરૂઆત મીઠાંથી કરો અને મીઠાં પર જ ખાવાનું પૂરું કરો એટલાં માટે કે મીઠું સીત્તેર બિમારીઓ ની દવા છે.”
પરંતુ આ હદીષના બારામાં અલ્લામા જુબૈદી અને અલ્લામા સૂયુતી (રહ.) નું કહેવું છે કે આ હદીષ દુરુસ્ત નથી ( સાબિત નથી).
એક બીજી હદીષથી પણ આ વાત સાબિત થાય છે. પરંતુ તેની સનદ હઝરત અલીؓ સુધી જ પહોંચે છે. જેને હદીષની પરિભાષામાં મૌકુફ હદીષ કહેવામાં આવે છે. અને તેની સનદમાં કોઈએ કોઈ ખરાબી પણ બયાન નથી કરી. તે હદીષ આ છે :
“ જે વ્યક્તિએ ખાવાની શરૂઆત મીઠાંથી કરશે તો અલ્લાહ તેનાથી સીત્તેર બિમારીઓ ખતમ કરી દેશે.”
તે માટે ઉલમાએ લખ્યું છે કે તેને ઈદાબમાં થી તો કહી શકાય પરંતુ સુન્નત ના કહેવું જોઈએ. અને જે આલીમોએ તેને સુન્નત કહ્યું છે તેનાથી તેમની મુરાદ આદાબ જ છે.
[ઑનલાઈન ફતાવા દા.ઉ. દેવબંદ]
------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59