નબી ﷺ નો મશ્હૂર અને પ્રચલિત મોઅ્જીઝો ચાંદના બે ટુકડા કરવા બાબત આ વાત લોકોમાં ખૂબ જ પ્રચલિત છે કે તે ચાંદના બે ટુકડા આંગળી ના ઈશારે કરવામાં આવ્યા હતા.
શુદ્ધિકરણ :-
નિ:શંક ચાંદના બે ટુકડા થવાની જે વાત છે તે સો ટકા સાચી વાત છે. કુર્આન તથા સહીહ હદીષ બન્નેમાં આ વાતનો ઉલ્લેખ મળે છે. તે માટે આ વાત પર ઈમાન ધરાવવું અત્યંત જરૂરી છે.
પરંતુ આ વાત કોઈ હદીષમાં વર્ણવેલ મળતી નથી કે તે ચાંદના બે ટુકડા આંગળીના ઈશારે કરવામાં આવ્યા હતા. માટે આ કિસ્સામાં હાથના ઈશારે ચાંદના ટુકડા કરવાની વાત બયાન કરવી તથા રસુલુલ્લાહ ﷺ તરફ નિસ્બત કરવી જાઈઝ નથી.
સારાંશ કે આ કિસ્સો બયાન કરતી વખતે આ વાતનું ધ્યાન રહે કે ચાંદના બે ટુકડા થવા તો સાબિત છે. પરંતુ આ વાત સાબિત નથી કે તે બે ટુકડા આંગળીના ઈશારે કરવામાં આવ્યા.
[તહકીક : શેખ મુહમ્મદ તલ્હા બિલાલ અહમદ મનિયાર હફિઝહુલ્લાહ]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59