લોકોમાં તાવીજ વિષે પણ ઘણી બધી વાતો જોવા મળે છે. કેટલાક તો તેને બિલકુલ ના જાઈઝ કહે છે. તો કેટલાક અલ્લાહને ભૂલીને તાવીજ ને જ બધું સમજે છે. જ્યારે કે તાવીજ વિષે દુરુસ્ત વાત નિમ્ન લિખિત છે.
શુદ્ધિકરણ :-
શરઈ દ્વષ્ટિએ તાવીજ ત્રણ શર્તો સાથે જાઈઝ છે.
① તાવીજમાં લખેલ શબ્દો કુર્આનની આયત, અસ્માએ હુસ્ના તેમજ અલ્લાહ તઆલાની સિફાત પર નિર્ભર હોય.
② અરબી અથવા બીજી એવી કોઈ ભાષામાં હોય જેનો ભાવાર્થ અને મુરાદ ખબર હોય.
③ તેના પ્રત્યે અકીદો એવો હોય કે અસરકારક અલ્લાહ તઆલા જ છે. તાવીજ અસરકારક નથી તાવીજ તો માત્ર જરીયો છે. જેમ કે દવા વિષે હોય છે.
અને જો તાવીજમાં જીન્નાત વગેરેથી પનાહ માંગવામાં આવી હોય. અથવા એવા શબ્દો લખવામાં આવ્યા હોય જેનો ભાવાર્થ જ ન હોય. અથવા એવા શબ્દો હોય જે શીર્ક પર નિર્ભર હોય તો એવું તાવીજ જાઈઝ નથી.
وقال ابن حجر : وقد أجمع العلماء علی جواز الرقی عند اجتماع ثلاثة شروط أن یکون بکلام الله تعالی أو بأسمائه وصفاته وباللسان العربی أو بما یعرف معناہ من غیرہ وأن یعتقد أن الرقیة لا تؤثر بذاتها بل بذات الله تعالی. (فتح الباري: الطب والرقی بالقرآن والمعوذات: ۵۷۳۵)
નોંધ :- શ્રેષ્ઠ અને ઉત્તમ આ છે કે તેને પોતે પઢીને ઈલાજ કરવો જોઈએ. હાં મજબૂરી હોય તો બાંધવામાં અથવા ઘર, દુકાન અને ગાડી વગેરે પર ચોંટાડવામાં વાંધો નથી. અને આ વાતનો પણ ખ્યાલ રહે કે ધૂળ, માટી વગેરેથી તેની બેઅદબી ન થાય.
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૧ / ૨૩]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59