આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા લોકો કયામત ક્યારે આવશે..? આ બાબતને ચર્ચાનો વિષય બનાવતા જોવા મળે છે, તથા ઘણા લોકો મુંઝવણ અનુભવતા જોવા મળે છે. કેટલાક લોકો તો અમુક ઉલમાના હવાલાથી એવું કહેતા નજર આવે છે કે હવે કયામત આવતા ૫૦ વર્ષમાં નક્કી છે. તો અમુક કહે છે કે ૨૦૩૦ માં કયામત આવી જશે. તો અમુક લોકો ૨૦૫૦ કહે છે.
શુદ્ધિકરણ
આ વાતમાં કોઈ શંકા નથી કે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ કયામતનો સમય નજદીક આવતો જાય છે. તે માટે આ વિષયમાં અમુક વાતો સમજવી ખૂબ જરૂરી છે જે આ પ્રમાણે છે.
➤ કયામત ક્યારે આવશે..? આ વિષે અલ્લાહ તઆલા સિવાય કોઈ નથી જાણતું. તે માટે યકીન સાથે કોઈ દાવો નથી કરી શકતું કે કયામત ક્યારે આવશે.
➤ કયામત વિષે બે પ્રકારની નિશાનીઓ નું કુર્આન તથા હદીષમાં વર્ણન જોવા મળે છે. મોટી નિશાનીઓ અને નાની નિશાનીઓ. મોટી નિશાનીઓ નિશ્ચિત છે. દા.ત. ઈમામ મહેદી નું જાહેર થવું, દજ્જાલનું નિકરવું, હઝરત ઈસાનું ઉતરવું, યાજૂજ માજૂજ ની તબાહી, જમીનમાં થી જાનવર નું નીકળવું અને સૂરજનું પશ્ચિમમાં થી ઊગવું વગેરે. જે બધી હજુ બાકી છે.
જ્યારે કે નાની નિશાનીઓ નિશ્ચિત નથી, એટલે કે હદીષમાં બતાવ્યા મુજબ થવું એકથી વધુ વખત પણ હોય શકે છે. તેમજ જે થાય તેને નિશ્ચિતપણે એવું પણ નથી કહી શકતા કે હદીષની મુરાદ આ જ છે. અને આ નાની નિશાનીઓ બેસુમાર છે.
➤ નાની નિશાનીઓ સમક્ષ રાખી પરિસ્થિતિઓ નું અવલોકન તથા સમીક્ષા દ્વારા અનુમાન અને અંદાજો કરી એવું તો કહી શકાય છે કે લગભગ આ સમયગાળા દરમિયાન કયામત આવી શકે છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ યકીન સાથે દાવો નથી કરી શકતું.
તે માટે કયામત ના બારામાં કોઈ પણ વ્યક્તિ અંતિમ તથા નિર્ણયાત્મક દાવો નથી કરી શકતું કે તે ક્યારે આવશે. જેઓ કરે છે તેઓ સહીહ નથી. બલ્કે આપણે આપણા આ'માલ અને મોતની ફિકરમાં સમય વિતાવવો જોઈએ. કેમ કે માણસની કયામત તેની મોતથી જ શરૂ થઈ જાય છે.
✰ ફાયદો :- વિચારવા જેવી વાત છે કે કયામતના જે સમય વિષે અલ્લાહ તઆલા એ પોતાના પયગંબરો અને ફરિશ્તાઓ ને નથી બતાવ્યું, તે સમય એક ઉમ્મતીને કેવી રીતે ખબર પડી જાય..?
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59