ચાંદનું હુઝૂર ﷺ ને બચપણ માં વાર્તાઓ અને લોરીઓ સંભળાવવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે બચપણ માં ચાંદ હુઝૂર ﷺ ને વાર્તાઓ અને લોરીઓ સંભળવતો હતો.
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત વર્ણવેલ વાત અમુક કિતાબોમાં વર્ણવેલ મળે તો છે પરંતુ આની સનદ ભરોસાપાત્ર ન હોવાથી ઉલમાએ આ વાત પ્રત્યે સાબિત ન હોવાનો હુકમ લગાવ્યો છે.
   હુઝૂર ﷺ તરફ એવી કોઈ પણ વાતની નિસ્બત કરવી જાઈઝ નથી જે સાબિત ન હોય. કેમ કે સહીહ હદીષમાં આવે છે કે :
☜ عَنِ ابْنِ عُمَرَؓ اَنَّ رَسُوْلَ اللّٰهِ ‌ﷺ قَالَ : اِنَّ الَّذِیْ یَکْذِبُ عَلَیَّ یُبْنٰی لَهُ بَیْتٌ فِی النَّارِ. [મુસનદે અહમદ : ૩૧૪]
✰ અનુવાદ :- રસુલુલ્લાહ ﷺ ફરમાવે છે કે જે વ્યક્તિ મારા પ્રત્યે જુઠું બોલે છે ( જુઠી હદીષ બયાન કરે છે) તેના માટે દોઝખમાં એક ઘર તૈયાર કરવામાં આવે છે.
   તેથી ઉપરોક્ત વાત પણ સાબિત ન હોવાથી તે વાતને બયાન કરવી દુરુસ્ત નથી.
[મુરવ્વજા મવઝૂઅ્ અહાદીષ કા ઈલ્મી જાઈઝહ્ : ૩૯૧]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)