બરકત નો સહીહ મતલબ

Ml Fayyaz Patel
0
   ઘણા લોકો બરકતનો મતલબ ફક્ત રકમમાં વધારો થવો સમજે છે. જ્યારે કે આનો સહીહ મતલબ આ નથી.
શુદ્ધિકરણ :-
   બરકત એક વ્યાપક શબ્દ છે જેના વિવિધ રૂપો છે. જેવી રીતે રકમમાં વધારો તેનું એક રૂપ છે એવી જ રીતે સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પણ તેનું એક રૂપ છે. નેક - સાલેહ અવલાદ પણ તેનું એક રૂપ છે. મનની શાંતિ, રાહત અને સૂકુન પણ એક રૂપ છે. તૌફિક અને હિદાયત પણ એક રૂપ છે. લોકોમાં માન, સન્માન અને પ્રતિષ્ઠા તથા લોકપ્રિયતા પણ એક રૂપ છે. કોઈ કામ ઓછી મહેનત અને ઓછી રકમમાં થવું પણ એક રૂપ છે. કોઈ વસ્તુની બચત થવી તે પણ એક રૂપ છે.
   જેવી રીતે બરકતના અનેક રૂપો છે એવી જ રીતે બરબાદીના અનેક રૂપો છે. જેમ કે રકમમાં નુકસાન, માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય ઠીક ન રહેવું, વ્યથ (ફુઝુલ) ખર્ચ, દિલને સૂકુન ન મળવું, લોકોમાં તેના પ્રત્યે નફરત, તૌફિક અને હિદાયત ન મળવી વગેરે વગેરે.
   સારાંશ કે બરકતનો મતલબ માત્ર રકમમાં વધારો નથી. બલ્કે ઉપરોક્ત બતાવ્યા મુજબ તેના અનેક મતલબ છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)