આંગળીઓ પર તસ્બીહ પઢવા પર તેનું કબરમાં રોશની આપવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   લોકોમાં હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે “ રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે તમે લોકો હાથની આંગળીઓ પર તસ્બીહ પઢો. કેમ કે આ તમને કબરમાં રોશની આપશે.”
શુદ્ધિકરણ :-
   આવા શબ્દોમાં કોઈ હદીષ કિતાબોમાં વર્ણવેલ મળતી નથી. તે માટે તેને રસુલુલ્લાહ ﷺ તરફ નિસ્બત કરી બયાન કરવામાં સાવચેતી અપનાવવી જરૂરી છે.
   હાં..! હદીષની કિતાબોમાં રસુલુલ્લાહ ﷺ નું આંગળીઓ પર તસ્બીહ પઢવાનું પ્રોત્સાહન આપવું જરૂર મળે છે કે તે આંગળીઓ કયામતના દિવસે તસ્બીહ પઢવાની ગવાહી આપશે.
રસુલુલ્લાહ ﷺ એ તેણીઓ ને આદેશ આપતા ફરમાવ્યું હતું કે તેણીઓ અલ્લાહુ અકબર, સુબ્હાનલ્લાહ અને લા ઈલાહ ઈલ્લાહ ની તસ્બીહ ની પાબંદી કરે. અને આ કે તેણીઓ હાથની આંગળીઓ પર તસ્બીહ પઢે, કેમ કે તેમના થી પણ પુછવામાં આવશે અને તેઓને બોલાવવામાં આવશે. [અબૂ દાઉદ શરીફ : ૧૫૦૧]
   તે માટે જે વાત રસુલુલ્લાહ ﷺ થી સાબિત ન હોય તેને બયાન કરવાથી ખૂબ જ બચવું જોઈએ.
[દારૂલ ઈફ્તા જામિઅતુ'ર્ રશીદ]
-----------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)