શું ઈસ્લામે આજના યુગ સાથે ચાલવું જોઈએ..?

Ml Fayyaz Patel
0
સવાલ :
   અમુક બુદ્ધિજીવીઓ વારંવાર ઈસ્લામ પ્રત્યે આ વાંધો ઉઠાવતા નજરે આવે છે અને કહે છે કે ઈસ્લામ ધર્મએ આજના યુગ સાથે ચાલવું જોઈએ, તેમજ સાડા ૧૪૦૦ વર્ષ રહેલાના નીતિ નિયમો બદલી આજના યુગના હિસાબે નવા નીતિ નિયમો ઘડવા જોઈએ.
જવાબ :
   આ વિષયમાં સૌથી પહેલા આપણે ફિતરત અને આદત દરમિયાન શું ફરક છે તે સમજી લઈએ કે ફિતરત જે હોય છે તે કદાપિ બદલાતી નથી બલ્કે હમેશા માણસની અંદર બાકી રહે છે અને દરેક માણસોમાં એક સરખી હોય છે, હાં અમુક વખત માહોલ ના હિસાબે એક સમય માટે ફિતરત દબાઈ જતી હોય છે પરંતુ ખતમ નથી થતી. જ્યારે કે આદત (Habit) જે માણસને માહોલના હિસાબે પડતી હોય છે તે હમેશા બદલાતી પણ રહે છે, અને બધા માણસોમાં અલગ અલગ પણ હોય છે એક સરખી નથી હોતી.
   આ બુનિયાદી ફરક સમજી લીધો હોય તો જાણવું જોઈએ કે ઈસ્લામ નો દાવો ફિતરત ના મુજબ હોવાનો છે, ન કે આદતના મુજબ, અને ફિતરત હમેશા બાકી પણ રહે છે અને બધામાં એક સરખી પણ હોય છે, તો જ્યારે બધા જ જમાનામાં માણસની ફિતરત એક જ અને એક જેવી જ હોય અને ઈસ્લામ પણ ફિતરત ના મુજબ જ હોય તો પછી કાલનો જમાનો શું અને આજનો જમાનો શું..? દરેક જ જમાનામાં એક સરખા જ હોય છે ફિતરત હોય કે પછી ઈસ્લામી સિદ્ધાંત હોય.
   ખબર પડી કે વાસ્તવમાં આપણી માંગ અને ઈચ્છા ફિતરત ને અનુકૂળ વસ્તુની નથી, બલ્કે આદતને અનુકૂળ વસ્તુની છે, અને જાહેર છે કે આદત હમેશા માટે રહેનારી વસ્તુ નથી બલ્કે બદલાતી રહે છે, અને ન દરેક ની એક સરખી હોય છે તે માટે એમ કહેવું કે ઈસ્લામે આજના જમાના સાથે ચાલવું જોઈએ સરાસર ગલત છે.
   “ ખુલાસો આ કે ઈસ્લામ ને બદલવાની જગ્યાએ આપણે આપણી આદતો બદલી અસલ ફિતરત પર આવવાની જરૂર છે, અને આદતો માહોલ પર નિર્ભર હોવાથી સૌથી પહેલા માહોલની ચિંતા કરવાની જરૂર છે.”
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)