લોકોમાં પાણી પીવાની રીત અને હુકમને લઈ ઘણી મુંઝવણ જોવા મળે છે માટે નીચે તેનો હુકમ અને રીત વર્ણવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
પાણી ત્રણ શ્વાસમાં પીવું સુન્નત છે. અને બે શ્વાસ તથા ત્રણથી વધારે શ્વાસમાં પીવું પણ જાઈઝ તો છે. પરંતુ શ્રેષ્ઠ આ છે કે ત્રણ શ્વાસમાં પીવામાં આવે, અહીં સુધી કે બે શ્વાસમાં પીધા બાદ પાણી પીવાની ઈચ્છા ન હોય તો પણ સુન્નત પર અમલ કરવાની ઈચ્છાનુસાર ત્રણ શ્વાસ પૂરા કરી લેવા જોઈએ.
પાણી ગમે તેટલી ગ્લાસ અથવા એક આખો બોટલ પીવામાં આવે, શ્રેષ્ઠ આ છે કે તે પાણીને ત્રણ શ્વાસમાં વિભાજિત કરી લેવામાં આવે.
રસુલુલ્લાહ ﷺ ફરમાવે છે કે ઊંટોની જેમ પાણી ન પીવો, બલ્કે બે તથા ત્રણ શ્વાસમાં પાણી પીવો. અને પાણી પીધા પહેલા બિસ્મિલ્લાહ પઢો તેમજ પીધા બાદ અલ્હમ્દુલિલ્લાહ પઢો. [તીરમીઝી શરીફ : ૧૮૮૫]
❒ ત્રણ શ્વાસમાં પાણી પીવાની રીત :-
ત્રણ શ્વાસમાં પાણી પીવાનો મતલબ આ છે કે પાણી પીતા સમયે ત્રણ વાર વાસણ (ગ્લાસ વગેરેને) મોઢેથી અલગ હટાવી શ્વાસ લેવામાં આવે. વાસણમાં શ્વાસ લેવામાં ન આવે.
નોંધ :- એક વખતમાં એક જ ઘૂંટડો પીવો જરૂરી નથી, એકથી વધારે ઘૂ્ંટડા પીવા જાઈઝ છે. અને જે હદીષમાં બે વખત શ્વાસ લેવાનો ઉલ્લેખ મળે છે તેનો મતલબ આ છે કે બે વખત થોભતા હતા જેના શ્વાસ ત્રણ થાય છે.
[ઈસ્લાહે અગ્લાત : સિ. નં. ૩૨૮ & ઑનલાઈન ફતાવા બિન્નોરિયા]
----------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59