તીલાવત ના સજ્દહ નો તરીકો

Ml Fayyaz Patel
0
   ઘણા લોકો તીલાવત ના સજ્દહ ના તરીકાને લઈ મુંઝવણમાં રહે છે. તે માટે નીચે તીલાવત ના સજ્દહ નો તરીકો બતાવવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
   તીલાવત ના સજ્દહ નો તરીકો આ છે કે સૌપ્રથમ દિલમાં નિય્યત કરી લેવામાં આવે કે હું અલ્લાહ તઆલા માટે તીલાવત નો સજ્દહ કરી રહ્યો છું.
   ત્યારબાદ ઊભા થઈ સજ્દહમાં જઈ કમસેકમ ત્રણ વખત “ સુબ્હાન રબ્બિય'લ્ આ'લા ” પઢી ફરી પાછા ઊભા થઈ જવામાં આવે. જો ઊભા થવાને બદલે બેસીને સજ્દહ કરવામાં આવે અને સજ્દહ બાદ પણ ઊભા થવામાં ન આવે તો પણ તીલાવત નો સજ્દહ અદા થઈ જશે. પરંતુ શ્રેષ્ઠ તરીકો પહેલો છે.
   ઉપરોક્ત તરીકો જાણ્યા બાદ હવે આ વિષયના અમુક મસાઈલ જોઈ લઈએ.
❖ તીલાવત નો સજ્દહ પઢનાર અને સાંભળનાર બન્ને ઉપર વાજીબ છે.
❖ તીલાવત ના સજ્દહ માટે વુઝૂ હોવું જરૂરી છે.
❖ તીલાવત નો સજ્દહ કરતી વખતે હાથ બાંધવામાં ન આવે.
❖ તીલાવત નો સજ્દહ બાદ સલામ ફેરવવી પણ સહીહ નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)