લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે વ્યક્તિ હરામનું ખાય છે તેની નમાઝ અને ઈબાદત કબૂલ નથી થતી. જેના સંદર્ભમાં અમુક લોકો એવુ વિચારે છે કે પછી નમાઝ કે ઈબાદત કરવાનો કોઈ ફાયદો નથી. અને નમાઝ તથા ઈબાદત કરવાનું છોડી દે છે.
શુદ્ધિકરણ :-
સૌપ્રથમ આ વાત સમજી લેવી જોઈએ કે સહીહ હદીષોમાં આ વાતનું વર્ણન મળે છે કે જે વ્યક્તિ હરામનું ખાય છે તેની ઈબાદત કબૂલ નથી થતી. પરંતુ નોંધનીય રહે કે કબૂલ ન થવાના ઉલમાએ કુર્આન અને હદીષની રોશનીમાં બે મતલબ બયાન કર્યા છે. જે પૈકી અહીં એક મતલબ મુરાદ છે. જેની વિગત નીચે મુજબ છે.
કબૂલાત ન થવાના ઉલમાએ જે બે મતલબ બયાન કર્યા છે આ પ્રમાણે છે.
➲ પહેલો મતલબ :- કબૂલ ન થવાનો એક મતલબ તો આ છે કે તેની નમાઝ અથવા ઈબાદત જ સહીહ થતી નથી. તે માટે તેને ફરીથી પઢવી અથવા અદા કરવી જરૂરી હોય.
➲ બીજો મતલબ :- કબૂલ ન થવાનો બીજો મતલબ આ છે કે તે નમાઝ કે ઈબાદત કર્યા બાદ તે બન્નેને અદા કરવાની જે જવાબદારી હતી તે તો પૂર્ણ થઈ ગઈ. પરંતુ તેનો જે ષવાબ અને ઈનામ હોય છે તે તેને નથી મળતું. એટલે તે બન્નેને ફરી અદા કરવાની જરૂરત બાકી નથી રહેતી. અલબત્ત તેના ઉપર મળનાર ષવાબ અને ઈનામથી તેને વંચિત રાખવામાં આવે.
ઉપરોક્ત માહિતી બાદ જાણવું જોઈએ કે હદીષોમાં જે આ વાતનું વર્ણન આવે છે કે “ જે હરામનું ખાય છે તેની ઈબાદત કબૂલ નથી થતી ” તેનાથી બીજા નંબરનો મતલબ મુરાદ હોય છે. એટલે કે તે ઈબાદતની જવાબદારી તો પૂર્ણ થઈ જાય છે કે હવે તેને ફરીથી અદા કરવી જરૂરી નથી. પરંતુ તે વ્યક્તિ તે ઈબાદતના ષવાબ અને ઈનામથી વંચિત રહે છે.
તે માટે તેના પ્રત્યે એવું સમજવું કે નમાઝ અથવા ઈબાદત કરવાનો કોઈ ફાયદો નથી, સહીહ નથી. કેમ કે તેના ઉપર નમાઝ અને ઈબાદતની જે જવાબદારી હતી તેનાથી તે મુક્ત થઈ જાય છે. ભલે ષવાબ અને ઈનામથી વંચિત રહે છે.
[ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ & જામીઆ બિન્નોરિયા]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59