ઈસ્લામ બાબત થતી શંકાઓ થી કેવી રીતે બચવામાં આવે..?

Ml Fayyaz Patel
0
   આજના આધુનિક યુગમાં નવી નવી શંકાઓ અને નવા નવા ફિત્નાઓ થી બચવા માટે હઝરત થાનવી રહ. એ ત્રણ કામોની પાબંદી સાથે પાલન કરવાની સલાહ આપી છે.
તે ત્રણ સલાહ નીચે મુજબ છે.
(૧) મનમાં ઉત્પન્ન થતી શંકાઓ ને એક રોગ સમજવામાં આવે, અને તેનો ઈલાજ એવી રીતે કરવામાં આવે જેવી રીતે શારિરિક ઈલાજ કરવામાં આવે છે.
   જ્યારે કોઈ એક આલીમની વાત પર સંતોષ ન થાય, તો બીજા આલીમ પાસે જતું રહેવું. પરંતુ શંકાશીલ બનીને તેને મનમાં લઈને ફરતા ન રહેવું.
(૨) પોતાની સમજ પર એ રીતે પણ વિશ્વાસ રાખવામાં ન આવે, કે તે કદી ગલત હોય જ ન શકે.
   બલ્કે ઉલમા પાસેથી સલાહ લેતું રહેવું. અને પોતાના ખયાલો તેમજ શંકાઓ નું ગલત હોવાની જાણ થયા બાદ તેને માનવાની ટેવ પણ પાડવી.
(૩) પોતાના માં અનુસરણની ટેવ પેદા કરવી. અને જે બાબત શંકા હોય તે વિષયના માહેર નિષ્ણાત ઉલમા પાસેથી તેનો ઉકેલ તલાશ કરવો.
   દરેક વસ્તુની હિકમત, દલીલ તથા રહસ્યોની પાછળ ન પડવું, કે અમુક વસ્તુઓ દરેકના સમજમાં આવી શકતી નથી.
[અલ-ઈન્તિબાહ અલ-મુફીદા]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)